400, 500...અને 700 વિકેટ, શેન વોર્ન આ રીતે મેળવી હતી ટેસ્ટ ક્રિકેટમાં સફળતા

વર્ષ 1992માં શેન વોર્ને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. વોર્નની ગણના વિશ્વના મહાન લેગ સ્પિનરોમાં થાય છે. તેણે ક્રિકેટના મેદાન પર અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. 
 

400, 500...અને 700 વિકેટ, શેન વોર્ન આ રીતે મેળવી હતી ટેસ્ટ ક્રિકેટમાં સફળતા

નવી દિલ્હીઃ દુનિયાના દિગ્ગજ બોલર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે શુક્રવારે નિધન થયુ હતું. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરની ગણના વિશ્વના મહાન બોલરોમાં થાય છે. વર્ષ 1992માં પર્દાપણ કરનાર વોર્ન શ્રીલંકાના મુથૈયા મુરલીધન બાદ બીજો બોલર બન્યો હતો, જેણે 1000 આંતરરાષ્ટ્રીય વિકેટ (ટેસ્ટ અને વનડે મેચો) માં લીધી હતી. મુરલીધરને રેકોર્ડ તોડ્યા સુધી વોર્ને 708 વિકેટ ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ બોલરોએ લીધેલી સૌથી વધુ વિકેટ હતી. 

વોર્ન માત્ર બોલર જ નહીં પરંતુ મુશ્કેલ સમયમાં એક નિચલા ક્રમનો બેટર પણ હતો, જે રન બનાવવાનું જાણતો હતો. તે એકમાત્ર ખેલાડી છે, જેણે 3000થી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. શેન વોર્ને 2007માં ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ પર 5-0ની ધ એશિઝ જીત બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. 

ક્યારે કઈ વિકેટ ઝડપી
શેન વોર્ને ટેસ્ટ કરિયરની શરૂઆત ભારત સામે કરી હતી. વોર્ને રવિ શાસ્ત્રીના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી. તો 100મી વિકેટ આફ્રિકા વિરુદ્ધ 23મી ટેસ્ટમાં બ્રાયન મેકમિલનના રૂપમાં લીધી હતી. વોર્ને શ્રીલંકાના બેટર હસન તિલકરત્નેને પોતાનો 200મો શિકાર બનાવ્યો હતો, આ તેની 42મી ટેસ્ટ હતી. વોર્ને 300મી વિકેટ 63મી ટેસ્ટમાં લીધી હતી. સાઉથ આફ્રિકા સામેની મેચમાં તેણે જેક કાલિસને આઉટ કર્યો હતો. ત્યારબાદ 400મી વિકેટ ઈંગ્લેન્ડના એલેક સ્ટીવર્ટના રૂપમાં 92મી ટેસ્ટમાં ઝડપી હતી. 500મો શિકાર પણ હસન તિલકરત્ને બન્યો અને આ તેની 108મી ટેસ્ટ મેચ હતી. 600માં શિકારના રૂપમાં વોર્ને માર્કસ ટ્રેસ્કોથિકને આઉટ કર્યો, આ તેની 126મી ટેસ્ટ મેચ હતી. તો 700મી વિકેટ ઈંગ્લેન્ડના એન્ડ્ર્યૂ સ્ટ્રોસના રૂપમાં લીધી હતી. વોર્ને 144મી ટેસ્ટમાં 700 વિકેટ પૂરી કરી હતી. 

પહેલી વિકેટ - પહેલી ટેસ્ટ - રવિ શાસ્ત્રી (ભારત)
100મી વિકેટ - 23મી ટેસ્ટ - બ્રાયન મેકમિલન (દક્ષિણ આફ્રિકા)
200મી વિકેટ - 42મી ટેસ્ટ - હસન તિલકરત્ને (શ્રીલંકા)
300મી વિકેટ - 63મી ટેસ્ટ - જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા)
400મી વિકેટ - 92મી ટેસ્ટ - એલેક સ્ટુઅર્ટ (ઈંગ્લેન્ડ)
500મી વિકેટ - 108મી ટેસ્ટ - હસન તિલકરત્ને (શ્રીલંકા)
600મી વિકેટ - 126મી ટેસ્ટ - માર્કસ ટ્રેસ્કોથિક (ઈંગ્લેન્ડ)
700મી વિકેટ - 144મી ટેસ્ટ - એન્ડ્રુ સ્ટ્રોસ (ઈંગ્લેન્ડ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news