પાકિસ્તાનમાં ક્રિકેટની પણ ખરાબ સ્થિતિ, ટીમે ફેન્સને કરી આ અપીલ

PAK vs SL: પાકિસ્તાની ખેલાડીઓએ શ્રીલંકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી સિરીઝ માટે ઘરેલૂ દર્શકોને ટીમને સપોર્ટ કરવાનું કહ્યું છે. 

પાકિસ્તાનમાં ક્રિકેટની પણ ખરાબ સ્થિતિ, ટીમે ફેન્સને કરી આ અપીલ

દુબઈઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ દસ વર્ષ બાદ દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય વનડે મેચની યજમાની કરવા જઈ રહી છે. વર્ષ 2009મા શ્રીલંકાની ટીમ પર લાહોરમાં થયેલા આતંકી હુમલા બાદ કોઈપણ દેશે પાકિસ્તાનમાં જઈને વનડે સિરીઝ રમવાની હિંમત દેખાડી નથી. હવે તે શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં વનડે સિરીઝ રમવા ઉતરશે, જેના પર હુમલો થયો હતો. 

એક લાંબા સમય બાદ કરાચીમાં રમાઇ રહેલી વનડે આંતરરાષ્ટ્રીય મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે પોતાના દેશના ક્રિકેટ ફેન્સને વિનંતી કરી કે તે મોટી સંખ્યામાં પાકિસ્તાનમાં ઈતિહાસ બનતો જોવા માટે સ્ટેડિયમમાં આવે. ત્રણ મેચોની આ વનડે સિરીઝ કચારીમાં 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. સિરીઝની ત્રણેય મેચ કરાચીમાં જ રમાશે. 

કરાચીમાં વર્ષ 2009મા રમાઇ હતી અંતિમ વનડે
રસપ્રદ વાત છે કે વર્ષ 2009 બાદ કરાચીમાં કોઈ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ નથી, જેના પર સરફરાઝ અહમદે કહ્યું છે, 'શુક્રવાર (27 સપ્ટેમ્બર 2019)ના ઈતિહાસ બનશે જ્યારે કચારી દસ વર્ષ બાદ વનડે મેચની યજમાની કરશે. હું પાકિસ્તાન ક્રિકેટના તમામ ફેન્સને વિનંતી કરુ છું કે તે ઈતિહાસ બનતો જોવા માટે મોટી સંખ્યામાં નેશનલ સ્ટેડિયમમાં પહોંચે.'

બાબર આઝમ બોલ્યો- મારા માટે હશે મોટો દિવસ
કેપ્ટન સરફરાઝે કહ્યું, 'હું શુક્રવારની રાહ જોઈ શકતો નથી, જે યાદગાર ક્ષણ હશે. હું આશા કરુ છું કે આખુ સ્ટેડિયમ ભરેલું હશે જે અમને જ નહીં, બંન્ને ટીમોને ચીયર્સ કરશે.' તો પાકિસ્તાન ટીમના વાઇસ કેપ્ટન બાબર આઝમે કહ્યું કે, પ્રથમ વનડે મેચમાં મારી સામે જ્યારે ઘરેલૂ દર્શક હશે તો મારા માટે તે સૌથી મોટા દિવસમાંથી એક હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news