'3-4 લોકોના કારણે..' સંજુ સેમસનના 10 વર્ષ બરબાદ થયા.. ધોની-કોહલી-રોહિતની કેપ્ટનશિપ પર પિતાનો આરોપ
India vs South Africa 3rd T20I: સંજૂ સેમસન હંમેશા ભારતીય ક્રિકેટમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. સંજૂ સેમસને અત્યાર સુધી એટલી તક મળી નથી, જેનો તે હકદાર હતો. પરંતુ ગંભીરના કોચ બન્યા બાદ સ્થિતિ બદલાઈ છે. હવે સંજૂ સેમસના પિતાએ પુત્રના કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
Trending Photos
Sanju Samson: સંજૂ સેમસન, તે ખેલાડી જેની થાકેલી આંખોને હવે શાંતિ મળી છે. ટી20 ટીમમાં સંજૂ સેમસને શાનદાર ઈનિંગ્સ રમી પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. એક તરફ સંજૂની વાહવાહી થઈ રહી છે તો બીજીતરફ તેના પિતાનો ગુસ્સો જોવા મળ્યો છે. તેમણે ભારતના 3 દિગ્ગજ કેપ્ટનો પર ગંભીર આરોપ લગાવ્યો છે. 20215માં ટી20 પર્દાપણ કરનાર સંજૂ સેમસનને સારા પ્રદર્શન છતાં તક ન મળી. પરંતુ હવે 2024માં સૂર્યકુમારની આગેવાનીમાં તેને તક મળી રહી છે.
સંજૂને મળી ઓપનિંગની જવાબદારી
ટી20 વિશ્વકપ 2024માં કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિ બાદ સંજૂ સેમસન માટે દરવાજો ખુલી ગયો. ગૌતમ ગંભીર અને નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવનો તેને સપોર્ટ મળ્યો અને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી. શરૂઆતી મેચોમાં સંજૂ રન બનાવી શક્યો નહીં, પરંતુ હવે તે પ્રચંડ ફોર્મમાં છે. સેમસને ટી20 મેચમાં સતત બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. પ્રથમ ટી20 મેચમાં તેણે માત્ર 50 બોલમાં 107 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેમાં 10 સિક્સ જોવા મળી હતી. હવે સેમસનને લઈને તેના પિતા સાથે વાતચીત થઈ તો તેણે ધોની, વિરાટ અને રોહિત પર નિશાન સાધ્યું છે.
શું બોલ્યા સંજૂના પિતા?
સંજૂ સેમસનના પિતા વિશ્વનાથે એક મલયાલમ ચેનલને વાતચીતમાં કહ્યું- 3-4 લોકોએ મારા પુત્રના કરિયરના 10 વર્ષ બરબાદ કર્યા. ધોની, કોહલી, રોહિત અને રાહુલ દ્રવિડ જેવા કોચને કારણે તેના કરિયરના 10 વર્ષ ખરાબ થઈ ગયા. પરંતુ હવે સંજૂએ ઝડપથી વાપસી કરી છે.
ગંભીર અને સૂર્યાનો આભાર
સંજૂના પિતાએ આગળ કહ્યું- શ્રીકાંતે કહ્યુ કે સંજૂએ કોની વિરુદ્ધ સદી ફટકારી છે, બાંગ્લાદેશ વિરુદ્ધ. બધા કહે છે કે તે એક મહાન ખેલાડી છે, પરંતુ મેં ન જોયું, સદી તો સદી હોય છે. તેની પાસે રાહુલ અને સચિન જેવી ક્લાસિકલ ગેમ છે, તો તેનું સન્માન કરો. હું ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવનો આભારી છું, જો તે ન હોત તો સંજૂને બહાર કરી દેવામાં આવત. મારા પુત્રની સદીનો શ્રેય બંનેને જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે