'હૈટ્રિક મેન' સૈમ કરને યુવરાજ સિંહના 10 વર્ષ જૂના IPL રેકોર્ડનું કર્યું પુનરાવર્તન

કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી જીતમાં ડાબા હાથના ફાસ્ટ બોલર કરનની હેટ્રિકનું મહત્વ રહ્યું છે. આઈપીએલ-12ની પ્રથમ હેટ્રિકને કારણે આ ઓલરાઉન્ડર ચર્ચામાં છે. 
 

 'હૈટ્રિક મેન' સૈમ કરને યુવરાજ સિંહના 10 વર્ષ જૂના IPL રેકોર્ડનું કર્યું પુનરાવર્તન

મોહાલીઃ સોમવારે રાત્રે મોહાલીનું પીસીએ આઈએસ બિંદ્રા સ્ટેડિયમ જશ્નમાં ડૂબી ગયું હતું. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 14 રનથી જીત બાદ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના સિતારા સાતમાં આસમાન પર હતા. કિંગ્સની ટીમે 4 મેચોમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવી લીધું છે. ચેન્નઈ સુપર કિંગ્સ જીતની હેટ્રિક લગાવ્યા બાદ હાલમાં ટોપ પર છે. 

કિંગ્સ ઈલેવન પંજાબની જીતમાં ડાબા હાથના બોલર સૈમ કરનની હેટ્રિકનું ખૂબ મહત્વ રહ્યું હતું. પોતાની હેટ્રિકને કારણે આ ઓલરાઉન્ડર ચર્ચામાં છે. કરને ન માત્ર આઈપીએલ-12ની પ્રથમ હેટ્રિક ઝડપી, પરંતુ આઈપીએલમાં સૌથી નાની ઉંમર (20 વર્ષ 302 દિવસ)માં હેટ્રિક ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. 

Some bhangra moves there, courtesy @realpreityzinta & @CurranSM 😎😎 pic.twitter.com/VAeXq3I07o

— IndianPremierLeague (@IPL) April 1, 2019

મહત્વની વાત છે કે સૈમ કરને યુવરાજ સિંહના 10 વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી લીધી. હકીકતમાં બંન્નેની હેટ્રિકવાળા મેચમાં ગજબની સમાનતાઓ છે. 

- યુવરાજ અને કરનઃ બંન્નેએ કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા હેટ્રિક ઝડપી. 

- યુવરાજ અને કરનઃ બંન્નેએ તે મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ માટે ઈનિંગની શરૂઆત કરી. 

- યુવરાજ અને કરનઃ બંન્નેએ એક ઓવરના સતત બોલ પર હેટ્રિક ન લીધી, એટલે કે, તેણે પોતાની હેટ્રિક પૂરી કરવામાં બે ઓવર લીધી. 

- યુવરાજે પ્રથમવાર આઈપીએલમાં ઈનિંગની શરૂઆત કરી, જ્યારે કરન પોતાના ટી20 કરિયરમાં પ્રથમવાર ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતર્યો. 

- યુવરાજ અને કરને 1 તારીખે આ કારનામું કર્યું. આ સાથે વર્ષમાં 9 જોડાયેલો છે. યુવરાજે 1 મે 2009ના, જ્યારે કરને 1 એપ્રિલ 2019ના હેટ્રિક ઝડપી. 

આ રીતે બની યુવરાજની તે હેટ્રિક
- ડરબનમાં 1 મે 2009ના આરસીબી વિરુદ્ધ મુકાબલામાં યુવરાજે 12મી ઓવરનાં પાંચમાં અને છઠ્ઠા બોલ પર વિકેટ લીધા બાદ 14મી ઓવરમાં પ્રથમ બોલ પર હેટ્રિક પૂરી કરી હતી. 

કરનની આ હેટ્રિક
મોહાલીમાં 1 એપ્રિલ 2019ના દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચમાં સૈમ કરને 18મી ઓવરમાં અંતિમ બોલ પર વિકેટ લીધા બાદ 20મી ઓવરના પ્રથમ અને બીજા બોલ પર વિકેટ ઝડપીને હેટ્રિક પૂરી કરી હતી. 

What a comeback this from @lionsdenkxipin as they win by 14 runs in Mohali. pic.twitter.com/cSnOG9o9z4

— IndianPremierLeague (@IPL) April 1, 2019

ખાસ ક્લબમાં સામેલ થયો કરન
સૈમ કરન આઈપીએલની હેટ્રિકની એક ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. આ ક્લબમાં હેટ્રિક મેન અમિત મિશ્રા અને પ્રવીણ તાંબે સામેલ છે. આ બધાની સરખી વાત છે કે હેટ્રિક દરમિયાન ત્રણેય બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા. 

આઈપીએલ- શૂન્ય પર આઉટ કરીને હેટ્રિક 

અમિત મિશ્રા (SRH) vs PWI 2013માં

પ્રવીણ તાંબે (RR) vs KKR 2014માં

સૈમ કરન (KXIP) vs DC 2019માં
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news