SA vs SL: શ્રીલંકાએ મુખ્ય કોચને ચાલું સિરીઝે બોલાવ્યા સ્વદેશ પરત
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મુખ્ય કોચ ચંડિકા હાથુરૂસિંઘેને વનડે સિરીઝની વચ્ચે ગુરૂવારે સાઉથ આફ્રિકાથી સ્વદેશ પરત ફરવાનો આદેશ આપ્યો છે.
Trending Photos
કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મુખ્ય કોચ ચંડિકા હાથુરૂસિંઘેને વનડે સિરીઝની વચ્ચે ગુરૂવારે સાઉથ આફ્રિકાથી સ્વદેશ પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ સાથે બોર્ડે ફીલ્ડિંગ કોચ સ્ટીવ રિક્સનને વનડે બાદ રમાનારી ટી20 સિરીઝ માટે ટીમની જવાબદારી લેવાનું કહ્યું છે. શ્રીલંકા ક્રિકેટના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ ગુરૂવારે કહ્યું, હાથુરૂસિંઘને અંતિમ વનડે બાદ સાઉથ આફ્રિકાથી પરત ફરવાનું કહ્યું છે. સ્ટીવ સિક્સન ટી20 સિરીઝમાં ટીમની જવાબદારી સંભાળશે.
હાથુરૂસિંઘે કેપટાઉનમાં 16 માર્ચે રમાનારા અંતિમ વનડે બાદ શ્રીલંકા પરત ફરશે. સાઉથ આફ્રિકાની ટીમે સિરીઝમાં 4-0ની અજેય સરસાઈ મેળવી છે. સિલ્વાએ કહ્યું કે, બોર્ડ હાથુરૂસિંઘેને ઈંગ્લેન્ડમાં મે-જુલાઈમાં યોજાનારા વિશ્વકપ માટે તેમની યોજનાઓ વિશે પૂછશે. હાથુરૂસિંઘે બાંગ્લાદેશને સફળતા અપાવ્યા બાદ ડિસેમ્બર 2017માં શ્રીલંકાના મુખ્ય કોચ બન્યા હતા.
પરંતુ તેમના માર્ગદર્શનમાં શ્રીલંકાની ટીમ આઈસીસી રેન્કિંગમાં નીચે પહોંચી ગઈ અને ઓસ્ટ્રેલિયામાં 2020 T20 વિશ્વકપ માટે સ્વતઃ ક્વોલિફાઇ ન કરી શકી. વનડેમાં ભલે ટીમે નબળો દેખાવ કર્યો હોય પરંતુ શ્રીલંકાની ટીમે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતનારી પ્રથમ એશિયન ટીમ બનીને ઈતિહાસ રચી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે