લોકસભા ચૂંટણી: આ સેક્સી અભિનેત્રીને ટીકિટ આપી 'દીદી'એ ભાજપને દોડતું કર્યું

લોકસભા ચૂંટણીમાં જીતવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખુબ જ ચાલાક રણનીતિ હેઠળ બાંગ્લાદેશ સીમા પર રહેલા બશીરહાટ સીટથી ટોલિવુડ સ્ટાર નુસરત જહાંને ટીકિટ ફાળવી છે. પાર્ક સ્ટ્રીટ રેપ કેસમાંવિવાદોમાં ફસાયેલી બંગાળી ફિલ્મ સ્ટાર નુસરત જહાં પર દાવ લગાવીને મમતા બેનર્જીએ એક સાથે ત્રણ નિશાન સાધ્યા છે. અગાઉ રેપ કાંડના કારણે નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ પણ થઇ ચુકી છે.

લોકસભા ચૂંટણી: આ સેક્સી અભિનેત્રીને ટીકિટ આપી 'દીદી'એ ભાજપને દોડતું કર્યું

કોલકાતા : લોકસભા ચૂંટણીમાં જીતવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખુબ જ ચાલાક રણનીતિ હેઠળ બાંગ્લાદેશ સીમા પર રહેલા બશીરહાટ સીટથી ટોલિવુડ સ્ટાર નુસરત જહાંને ટીકિટ ફાળવી છે. પાર્ક સ્ટ્રીટ રેપ કેસમાંવિવાદોમાં ફસાયેલી બંગાળી ફિલ્મ સ્ટાર નુસરત જહાં પર દાવ લગાવીને મમતા બેનર્જીએ એક સાથે ત્રણ નિશાન સાધ્યા છે. અગાઉ રેપ કાંડના કારણે નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ પણ થઇ ચુકી છે.

યુપીમાં ઓછી સીટો આવે તો તે નુકસાનને ખાળવા માટે ભાજપે પશ્ચિમ બંગાળમાં રણનીતિ ઘડી કાઢી હતી. જો કે દીદીને આ મંજુર નહોતું. ભાજપનાં ઇરાદાઓ પર ઠંડુ પાણી રેડી દેવા માટે મમતાએ બશીરઘાટ સીટથી નુસરત જહાંની ટીકિટ આપી છે. બસીરહાટ એક એવી સીટ છે જ્યાં ભાજપ જીતની આશા રાખી રહ્યું હતું. હવે નુસરત જહાના કારણે યુવાનો અને લઘુમતી પોતાની તરફ ખેંચી શકે છે. નુસરત બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખુબ જ જાણીતો ચહેરો છે. 

સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ
નુસરત જહાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. દુર્ગા પુજા પર શુભકામના પાઠવવાનાં કારણે કેટલોક સમય કટ્ટરપંથીઓ દ્વારા તેને ટ્રોલ પણ કરી હતી. સરકાર દ્વારા આયોજીત સાંસ્કૃતીક અને રાજનીતિક કાર્યક્રમોમાં તે અવાર નવાર જોવા મળે છે. તેણે લોકસભા ટીકિટ મળવાની હોવાનો અંદેશો પણ અગાઉ વ્યક્ત કર્યો હતો. 

પાર્ક સ્ટ્રીટ રેપ કાંડમાં આવ્યું નામ
નુસર જ્યાં પાર્ક સ્ટ્રીટ રેપ કાંડ મુદ્દે પણ વિવાદોમાં આવી ચુકી છે. આ રેપ કાંડનો મુખ્ય આરોપી કાદર ખાન નુરસત જહાંનો બોયફ્રેંડ હતો. જો કે નુસરત જહાનું નામ ચાર્જશીટમાં નહોતુ આવ્યું. એક એંગ્લો ઇન્ડિય મહિલા સાથે 6 ફેબ્રુઆરી 2012માં ચાલુ ગાડીએ દુષ્કર્મ આચરવાનાં ગુનામાં કાદર ખાનની ધરપકડ કરવામાં આવી હતી. કાદર અને નુસરત એક બીજા સાથે લગ્ન પણ કરવાનાં હતા. પોલીસે તેમની પુછપરછ પણ કરી હતી. પુછપરછ દરમિયાન નુસરતે કાદરને મળી હોવાનો નનૈયો ભણ્યો હતો.

જો કે તપાસમાં ખુલાસો થયો કે બંન્નેએ મુંબઇમાં એક રૂમ બુક કર્યો હતો. ત્યાર બાદ નુસરત કોલકાતા પરત ફરી ગઇ અને કાદર ખાન માટે પટનાની ટીકિટની વ્યવસ્થા કરી. આ ખુલાસા બાદ અનેક વકીલોએ માંગ કરી હતી કે દોષીતોને સંરક્ષણ આપવાનાં ગુનામાં નુસરતની ધરપકડ કરવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news