T20 World Cup 2024: 'T20I માંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહતો' તો શું રોહિતે પરાણે લીધી નિવૃત્તિ? Viral Video

Watch Video: આ અંગે સોશિયલ મીડિયામાં એક યૂઝરે રોહિત શર્માનો વીડિયો શેર કરીને લખ્યું કે રોહિત શર્મા: 'હું T20i માંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહતો, પરંતુ પરિસ્થિતિઓ પેદા થઈ ગઈ, આથી મે આમ કરવાનો નિર્ણય લીધો. વધુ વિગતો વિશે વાંચો અહેવાલ. 

T20 World Cup 2024: 'T20I માંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહતો' તો શું રોહિતે પરાણે લીધી નિવૃત્તિ? Viral Video

Rohit Sharma T20I Retirement: ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કર્યો. 17 વર્ષ બાદ એ ઘડી આવી જ્યારે ટીમ ઈન્ડિયાએ બીજીવાર ટી20 વર્લ્ડ કપ જીત્યો. આ વિશ્વ કપ કેપ્ટન રોહિત શર્મા માટે અંતિમ વિશ્વ કપ બની રહ્યો. ફાઈનલ જીત્યા બાદ પહેલા વિરાટ કોહલી અને ત્યારબાદ રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા. 

કોઈ યોજના નહતી?
ટી20 વર્લ્ડ કપ જીત્યા  બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ અંગે કહ્યું હતું કે તેમને હજુ સન્યાસ લેવાનું કોઈ મન નહતું પરંતુ પરિસ્થિતિ એવી બની ગઈ કે તેમણે નિવૃત્તિ લેવી પડી. ત્યારબાદ અનેક ફેન્સ રોહિતના આ નિવૃત્તિના નિર્ણયને ગૌતમ ગંભીર સાથે પણ જોડી રહ્યા છે. કારણ કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના આગામી હેડ  કોચ બનવાની રેસમાં છે. તેમનું હેડ કોચ બનવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. કારણ કે  ગંભીર ટી20 ક્રિકેટમાં એક નવી અને યુવા ટીમ બનાવવા માંગશે. 

યૂઝરે શેર કર્યો વીડિયો
આ અંગે સોશિયલ મીડિયામાં એક યૂઝરે રોહિત શર્માનો વીડિયો શેર કરીને લખ્યું કે રોહિત શર્મા: 'હું T20i માંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહતો, પરંતુ પરિસ્થિતિઓ પેદા થઈ ગઈ, આથી મે આમ કરવાનો નિર્ણય લીધો.' શું તેઓ ગંભીરને નિશાન બનાવી રહ્યા છે? કદાચ તેઓ નવી ટીમ બનાવવા વિશે વિચારી રહ્યા છે. બની શકે કે તેમણે પોતે જ નિવૃત્તિ લેવાનું વિચારી  લીધુ હોય. જો કે આ વીડિયોની પુષ્ટિ ZEE24Kalak કરતું નથી. 

Is he targeting Gambhir? Perhaps he is thinking of building a new team. He might have thought of retiring on his own. pic.twitter.com/bD47G9UXUV

— Jod Insane (@jod_insane) June 30, 2024

બીજી બાજુ અન્ય એક યૂઝરે લખ્યું કે બકવાસ! ગંભીરનો આ નિર્ણય સાથે કોઈ લેવાદેવા નહતું. રોહિતે પોતાના જૂના સાથી વિરાટને નિવૃત્તિ લેતા જોયો અને વિચાર્યું કે ચેમ્પિયન તરીકે બહાર થવાનો આ યોગ્ય સમય છે. ટી20માં મેળવવા માટે હવે કશું નથી કારણ કે હજુ હમણા વિશ્વ કપ જીત્યો છે. 

— Ajay AJ (@AjayTweets07) June 30, 2024

રોહિત-વિરાટ અને જાડેજાએ લીધી નિવૃત્તિ
અત્રે જણાવવાનું કે ટી20 વિશ્વ કપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધુ છે. જો કે આ ખેલાડીઓના નિવૃત્તિ લીધા બાદ ફેન્સ તો આઘાતમાં સરી પડ્યા છે. લાંબા સમયથી આ ત્રણેય ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમતા આવ્યા છે. જો કે તમને જણાવી દઈએ કે રોહિત-વિરાટ અને જાડેજા વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં રમતા જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news