રોહિત શર્મા ટીમને છોડીને પહોંચ્યો મુંબઈ, હજુ પણ ટીમ ઈન્ડિયા છે ઈંગ્લેન્ડમાં

આઈસીસી વિશ્વ કપની સેમિફાઇનલમાં પરાજય થયા બાદ ભારતીય ઓપનર રોહિત શર્મા સ્વદેશ પરત ફરી ગયો છે. 
 

રોહિત શર્મા ટીમને છોડીને પહોંચ્યો મુંબઈ, હજુ પણ ટીમ ઈન્ડિયા છે ઈંગ્લેન્ડમાં

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મા ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં થયેલા પરાજયથી ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા નિરાશ જોવા મળ્યો હતો. તો ધોની પણ દુખી થયો હતો. 

રોહિત શર્માએ વિશ્વ કપ 2019મા પાંચ સદી અને એક અડધી સદીની સાથે 648 રન બનાવ્યા હતા. પરંતુ સેમિફાઇનલમાં તે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. વિશ્વ કપની એક સિઝનમાં પાંચ સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ બનાવનાર રોહિત શર્મા મુંબઈ પહોંચી ચુક્યો છે. જ્યારે બાદી ટીમ હજુ ઈંગ્લેન્ડમાં છે. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

13 જુલાઈએ રોહિત શર્માને તેના પરિવારની સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો જ્યારે બાકી ટીમ 14 જુલાઈએ ભારત પરત ફરશે. કેટલાક ખેલાડી દિલ્હી તો કેટલાક મુંબઈ તો કોઈ અન્ય જગ્યાએ પહોંચશે કારણ કે ટિકિટોને કારણે ટીમને આવવામાં મોડુ થયું છે. 

આ પહેલા રોહિત શર્માએ ફેન્સ માટે એક ભાવુક સંદેશ પોસ્ટ કર્યો હતો. તે ભાવુક મેસેજમાં રોહિતે લખ્યું હતું કે, જ્યારે ટીમને સારૂ કરવાની જરૂર હતી ત્યારે અમે ન કરી શક્યા. 30 મિનિટની ખરાબ રમતને કારણે વિશ્વ કપની ટ્રોફી અમારાથી દૂર થઈ ગઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news