માતાનું વાસ્તલ્ય: બિલાડી ‘મા’ બની વાંદરાના બચ્ચાની રાખે છે સંભાળ

વિદ્યાનગરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ બિલાડીનો વાંદરાના બચ્ચ માટેનો પ્રેમ જાણે પોતાનું ખુદનુ બચ્ચુ હોય તેવી રીતે ચોવીસ કલાક બીજા જાતીના બચ્ચાની કાળજી રાખી રહી છે. ચાર દિવસ પહેલા વાંદરીને ઇલેક્ટ્રીકના થાંભલા પર ઇલેટ્રીક શોક લાગે તે સમયે તેની પાસેનું બચ્ચુ પડી ગયુ હતુ. તેમા તેનો બચાવ થયેલ અને વાંદરીનુ મોત થયેલ હતું.
 

માતાનું વાસ્તલ્ય: બિલાડી ‘મા’ બની વાંદરાના બચ્ચાની રાખે છે સંભાળ

લલાજી પાનસુરિયા/આણંદ: વિદ્યાનગરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ બિલાડીનો વાંદરાના બચ્ચ માટેનો પ્રેમ જાણે પોતાનું ખુદનુ બચ્ચુ હોય તેવી રીતે ચોવીસ કલાક બીજા જાતીના બચ્ચાની કાળજી રાખી રહી છે. ચાર દિવસ પહેલા વાંદરીને ઇલેક્ટ્રીકના થાંભલા પર ઇલેટ્રીક શોક લાગે તે સમયે તેની પાસેનું બચ્ચુ પડી ગયુ હતુ. તેમા તેનો બચાવ થયેલ અને વાંદરીનુ મોત થયેલ હતું.

વિદ્યાનગર સ્થિત નેચર હેલ્પ ફાઉંડશન પાસે આ વાંદરાનું બચ્ચું સારવાર માટે આવેલ ત્યારે ત્યાં રાખવા માટે આવેલ બિલાડી આ બીમાર બચ્ચાને જોતા જ તેની પાસે ખેચીં લીધુ હતુ. જાણે સગીમાં હોય તેવી રીતે તેની કાળજી રાત દિવસ રાખે છે તેની પાસે કોઇ સંસ્થાનો વોલેંટર તેની પાસે આવવા દેતી નથી.

સામાન્ય રીતે બિલાડી અને વાંદરાનુ બચ્ચું એક બિજાથી વિજાતી જાતી છે. તેમ છતા ભાગ્ય બનતી ઘટના જોવા મળી છે. સામાન્ય માણસોની જેમ જ બીલાડી આ બચ્ચાને જે રીતે કાળજી રાખી રહી છે એક આર્ચયથી કમ નથી. આ માતાના વાસ્તલ્ય પ્રેમ અંગેનું ઉત્તમ ઉદાહરણ આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news