ટેનિસઃ રોજર ફેડરર 14મી વખત સ્વિસ ઈન્ડોર્સના ફાઇનલમાં, 99માં ટાઇટલ જીતવાથી એક કદમ દૂર

રોજર ફેડરરનો ફાઇનલમાં સામનો રોમાનિયાના મોરિયસ કોપિલ સાથે થશે. કોપિલે બીજી વરિયતા પ્રાપ્ત એલેક્જેન્ડર જ્વેરેવને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 
 

  ટેનિસઃ રોજર ફેડરર 14મી વખત સ્વિસ ઈન્ડોર્સના ફાઇનલમાં, 99માં ટાઇટલ જીતવાથી એક કદમ દૂર

બાસેલ (સ્વિટ્ઝરલેન્ડ): વર્લ્ડ નંબર-3 રોજર ફેડરરે સ્વિસ ઈન્ડોર્સ ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સ્વિટ્ઝર્લૅન્ડના ફેડરર 20 વર્ષના પોતાના કરિયરમાં 16મી વખત આ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચ્યો છે. તે અત્યાર સુધી આઠ વખત ટાઇટલ જીત્યો છે, જ્યારે પાંચ વખત ફાઇનલમાં તેનો પરાજય થયો છે. 

ટોપ સીડ રોજર ફેડરરે સેમીફાઇનલમાં સાતમાં ક્રમાંકિત રૂસના ડેનિલ મેદવેદેવને સીધા સેટોમાં 6-1, 6-4થી હરાવ્યો હતો. ફેડરરને આ મેચ જીતવા માટે 64 મિનિટ લાગી હતી. 37 વર્ષના ફેડરરે ફ્રાંસના જાઇલ્સ સિમોનને 7-6 (1), 4-6, 6-4થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફેડરરે સેમીફાઇનલમાં જીત માટે બે કલાક 34 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ ફાઇનલ તેણે આસાનીથી જીતી લીધો હતો. 

કોપિલે જ્વેરેવને હરાવીને અપસેટ સર્જયો
બીજા સેમીફાઇનલમાં ક્વોલિફાયર મોરિયસ કોપિલે બીજી વરિયતા પ્રાપ્ત એલેક્જેન્ડર જ્વેરેવને હરાવીને ટૂર્નામેન્ટમાં મોટો અપસેટ સર્જયો હતો. કોપિલે જર્મનીના જ્વેરેવને 6-3, 6-7(6), 6-4થી હરાવ્યો હતો. રોમાનિયાના મોરિયર કોપિલની વર્લ્ડ રેન્કિંગ 93મી છે. 28 વર્ષના કોપિલનો ફાઇનલમાં ફેડરર સામે સામનો થશે. કોપિલ તેના પ્રથમ ટાઇટલ માટે ઉતરશે. ફેડરર તેના 100 ટાઇટલથી માત્ર બે કદમ દૂર છે. 

99માં ટાઇટલ માટે ઉતરશે ફેડરર 
37 વર્ષીય રોજર ફેડરરે પોતાના 20 વર્ષના કરિયરમાં 98 સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. તેમાં 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ સામેલ છે. રોજર ઓપન એરામાં સૌથી વધુ ટાઇટલ જીતવામાં બીજા નંબર પર છે. સૌથી વધુ ટાઇટલ માત્ર અમેરિકાના જિમી કોનર્સે જીત્યા છે. કોનર્સે 24 વર્ષના કરિયરમાં 109 સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. રિપબ્લિક માટે રમનાર અમેરિકન ઇવાન લેન્ડલ (94) ત્રીજા, સ્પેનનો રાફેલ નડાલ (80) ચોથા અને અમેરિકાનો જોન મૈકેનરો (77) ટાઇટલ સામે પાંચમાં સ્થાને છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news