પોરબંદરમાં કોંગ્રેસને ઝટકો, આઇટી સેલના પ્રમુખ રાજીનામું આપી ભાજપમાં જોડાયા

જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાથી રાજીનામુ આપી ભાજપમા જોડાતા ભારે રાજકીય ચર્ચા જાગી છે.

પોરબંદરમાં કોંગ્રેસને ઝટકો, આઇટી સેલના પ્રમુખ રાજીનામું આપી ભાજપમાં જોડાયા

અજય શીલુ/પોરબંદર: જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાથી રાજીનામુ આપી ભાજપમા જોડાતા ભારે રાજકીય ચર્ચા જાગી છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજવીર બાપોદરાએ પોતાના 100થી વધુ કાર્યકરો સાથે આજે વિધિવત રીતે જોડાઈને ભાજપમા પ્રવેશ કર્યો હતો.

Join-BJP-1

કોંગ્રેસમાં આંતરિક રાજકારણથી કંટાળી લીધો નિર્ણય 
જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમા પોતાના તમામ હોદ્દાઓ પર થી રાજીનામુ આપીને ભાજપમા જોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેદરા સહીતના જિલ્લાના આગેવાનોએ તેમને ખેસ પહેરાવી ભાજપમા પ્રવેશ કરાવ્યો હતો. ભાજપમા જોડાયેલા બાપોદરાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના આંતરીક રાજકારણ થી કંટાળીને તેમણે પક્ષમાથી રાજીનામુ આપ્યુ છે અને આગમી દિવસોમા ભાજપમા રહીને લોકોના કામ કરતો રહીશ તેવુ જણાવ્યુ હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news