IND vs SA: રોહિત-વિરાટ અને ગિલ જે ન કરી શક્યા! ભારતના આ 3 ખેલાડીઓએ કરી બતાવ્યું
Team India: શુભમન ગિલ ભારત માટે ટેસ્ટ, વનડે અને ટી20 રમી રહ્યો હતો, એટલે કે તે ત્રણેય ફોર્મેટમાં ટીમનો સભ્ય હતો, પરંતુ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ગિલ વનડે ટીમનો સભ્ય નહીં હોય.
Trending Photos
નવી દિલ્હીઃ India Tour Of South Africa: ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ મેચ સિવાય વનડે અને ટી20 સિરીઝ રમશે. આ પ્રવાસ માટે ત્રણેય ટીમો માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓની એન્ટ્રી થઈ છે, જ્યારે ખરાબ પ્રદર્શનને કારણે કેટલાકને બહાર કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને શ્રેયસ અય્યરને ત્રણેય ફોર્મેટ માટે પસંદ કરવામાં આવ્યા છે. હકીકતમાં જે કામ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડી ન કરી શક્યા, હવે આ ત્રણેય ખેલાડીઓ કરી દીધુ છે.
આ ખેલાડીઓને ત્રણેય ફોર્મે માટે પસંદ કરવામાં આવ્યા
આ પહેલા સુધી શુભમન ગિલ ભારત માટે ટેસ્ટ, વનડે અને ટી20 રમી રહ્યો હતો, એટલે કે તે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો સભ્ય હતો. પરંતુ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર શુભમન ગિલ વનડે ટીમનો ભાગ હશે નહીં. પરંતુ ગાયકવાડ પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં રમતો જોવા મળી શકે છે. આ સિવાય શ્રેયસ અય્યર અને મુકેશ કુમારની સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ, વનડે અને ટી20 ફોર્મેટમાં રમતા જોવા મળશે.
સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ધમાલ મચાવશે આ ખેલાડી
હકીકતમાં ગાયકવાડ સિવાય શ્રેયસ અય્યર અને મુકેશ કુમારનું વર્તમાન પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગાયકવાડની આગેવાનીમાં ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તો હાલમાં સમાપ્ત થયેલા વિશ્વકપમાં શ્રેયસ અય્યરે શાનદાર બેટિંહ કરી હતી. ત્યારબાદ મુકેશ કુમારની ભારતીય ટીમમાં એન્ટ્રી થઈ અને તે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. ખાસ કરીને ડેથ ઓવર્સમાં પોતાની બોલિંગથી મુકેશ કુમારે બધાને પ્રભાવિત કર્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે