મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video

મેદાનમાં 'આગ લાગી હતી' ત્યારે કોહલીનો બોલર યુવતી સાથે કરતો હતો 'નૈનમટકા' : મેદાનમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી, મેચમાં વિરાટની ટીમ ધબડકો વાળી રહી હતી. આવી વિકટ સ્થિતિમાં પણ વિરાટ કોહલીની ટીમનો એક બોલર મેદાનની બહાર બેસીને એક વિદેશી યુવતી સાથે આંખ મીચોલી રમતો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયોકે, ના પૂછો વાત...

મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video

નવી દિલ્હીઃ RCB ટીમના બોલર કાયલ જેમીસનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આરસીબી કેમ્પની એક છોકરીને ડગઆઉટમાં બેઠેલી જોઈને હસતો જોવા મળી રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી પણ ડગઆઉટમાં બેઠો છે. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરોએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને માત્ર 92 રનમાં આઉટ કરી દીધું હતું. આ પછી, KKRએ RCBને 9 વિકેટે હરાવ્યું અને જોરદાર વિજય મેળવ્યો. 

 

— RcBAli (@RcBAli2) September 21, 2021

Jamieson : We are Chokers pic.twitter.com/az40jho2Rh

ડગઆઉટમાં બોલર કાયલ જેમીસનનો ફોટો-
RCB ટીમના બોલર કાયલ જેમીસનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે RCB કેમ્પની એક છોકરીને ડગઆઉટમાં બેઠેલી જોઈને હસતો જોવા મળી રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી પણ ડગઆઉટમાં બેઠો છે, પરંતુ મેચ અંગેની ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્યારે તેના જ ટીમ ઈન્ડિયાના બોલર એક અલગ જ દુનિયામાં છે અને હસતા જોવા મળી રહ્યા છે.
 

સોશિયલ મીડિયા પર ચર્ચા-
કાયલ જેમીસનના આ ફોટાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. જે સમયે આ ફોટો લેવામાં આવ્યો છે તે સમયે RCBનો સ્કોર 54 રનમાં ચાર વિકેટનો હતો. આ ફોટામાં જેમીસન સિવાય RCB કેમ્પના તમામ ખેલાડીઓ મેદાનમાં છે. આ ફોટામાં ટીમના બેટિંગ કોચ સંજય બાંગર પણ જોવા મળી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સનસની મચી ગઈ અને લોકોએ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું.

 

વરુણ ચક્રવર્તીએ RCBને અપાવી હાર-
ટીમ ઇન્ડિયાના રહસ્યમય સ્પિનર ​​વરુણ ચક્રવર્તી ટી 20 વર્લ્ડકપ પહેલા ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. વરુણ ચક્રવર્તીએ સોમવારે રમાયેલી આઈપીએલ મેચમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટિંગ ઓર્ડરનો ગણકાર્યો નહીં. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીની બોલિંગને કારણે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને માત્ર 92 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. આ પછી KKR એ RCBને 9 વિકેટે હરાવ્યું અને જોરદાર વિજય નોંધાવ્યો.
 

 

 

વિરાટે માની મેચની જીત-
વિરાટ કોહલીની ટીમ ખરાબ રીતે હારી ગઈ પણ તે ખુશ હતો. ટી 20 વર્લ્ડકપ પહેલા વરુણ ચક્રવર્તીનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે મોટી ખુશખબર છે. વરુણ ચક્રવર્તી ટી 20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા માટે મહત્વનો ખેલાડી રહેશે. મિસ્ટ્રી સ્પિનર ​વરુણે દાવો કર્યો છે કે, તે સાત રીતે બોલિંગ કરી શકે છે. આમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પીન, અંગૂઠા પર યોર્કરનો સમાવેશ થાય છે. વરુણ ચક્રવર્તીને પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપ રમવાની તક મળી છે. વરુણ ચક્રવર્તી ટી 20 વર્લ્ડ કપમાં વિરોધી ટીમો માટે ઘાતક સાબિત થઈ શકે છે. અત્યાર સુધી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વરુણ ચક્રવર્તીએ 3 મેચમાં 2 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે 22 આઈપીએલ મેચોમાં 28 વિકેટ ઝડપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news