U-19 World Cup: ભારતની ઘાતક બોલિંગ, જાપાનને માત્ર 41 રનમાં કર્યું ઓલઆઉટ

ભારતીય જૂનિયર ટીમે અન્ડર-19 વિશ્વકપની બીજી મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા જાપાનને માત્ર 41 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. 

U-19 World Cup: ભારતની ઘાતક બોલિંગ, જાપાનને માત્ર 41 રનમાં કર્યું ઓલઆઉટ

નવી દિલ્હીઃ Under-19 World Cup 2020: અન્ડર-19 વિશ્વકપમાં આજે ભારત અને જાપાન (India Vs Japan) વચ્ચે મેચ રમાઇ રહી છે. મેચમાં પ્રથમ બોલિંગ કરતા ભારતે જાપાનને માત્ર 41 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસનો બીજો સૌથી ઓછો સ્કોર છે. જાપાનના 5 ખેલાડી શૂન્ય રન પર આઉટ થયાં હતા. આ પહેલા કેનેડાની ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2002માં 41 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ સ્કોટલેન્ડના નામે છે. તેણે 2004ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માત્ર 22 રન બનાવ્યા હતા. 

મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી જાપાનની શરૂઆત ખરાબ રહી હતી. 20 રનની અંદર તેણે 5 વિકેટ ગુમાવી દીધી હતી. કાર્તિક ત્યાગી અને સ્પિનર રવિ બિશ્નોઈએ સતત બે બોલ પર બે-બે વિકેટ ઝડપી હતી. પછી બિશ્નોઈએ શૂ શૂ નાગોચી (7) અને કજૂમાશા તાકાહાશી (0)ની વિકેટ ઝડપી હતી. બિશ્નોઈએ મેચમાં 8 ઓવરમાં માત્ર 5 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે કાર્તિક ત્યાગીએ 3 અને આકાશ સિંહને બે સફળતા મળી હતી. આ મેચમાં ભારતીય ટીમે ત્રણ ફેરફાર કર્યાં હતા. દિવ્યાંશ સક્સેના, શુભમ હેગડે અને સુશાંત મિશ્રાના સ્થાને કુમાર કુશાગ્ર, શાશ્વત રાવત અને વિદ્યાધર પાટિલને અંતિમ-11માં તક મળી હતી. 

Indian chase to begin shortly.

— BCCI (@BCCI) January 21, 2020

પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 90 રને હરાવ્યું હતું
ભારતે પ્રથમ મેચમાં શ્રીલંકા સામે 90 રને વિજય મેળવ્યો હતો. તે મેચમાં ભારતીય કેપ્ટન પ્રિયમ ગર્ગે 56, ઓપનર યશસ્વી જાયસવાલે 59 અને ધ્રુવ જોરેલે 52 રનની ઈનિંગ રમી હતી. જાપાન પ્રથમ વાર અન્ડર-19 વિશ્વકપમાં રમી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શનિવારે તેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બંન્ને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news