Ranji Trophy: ગોવાને 464 રને હરાવી ગુજરાત સેમિફાઇનલમાં પહોંચ્યું
ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ક્વાર્ટરફાઇનલમાં ગોવાને હરાવી રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Trending Photos
વલસાડઃ ગુજરાતે રણજી ટ્રોફીના પહેલા ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં ગોવા પર મોટી જીત મેળવી છે. આ સાથે ગુજરાતની ટીમે રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ગુજરાતે ગોવાને 464 રનના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. આ મુકાબલામાં ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલ (124) અને રોશ કલારિયા (118*)ની શાનદાર સદીની મદદથી પોતાની પ્રથમ ઈનિંગ 8 વિકેટના નુકસાન પર 602 રન પર ડિકલેર કરી હતી.
જેના જવાબમાં ગોવાની પ્રથમ ઈનિંગ માત્ર 173 રન પર સમેટાઇ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં ગુજરા તરફથી ચિંગન ગજા (5/19)એ શાનદાર બોલિંગ કરી હતી. પ્રથમ ઈનિંગમાં 429 રનની લીડ છતાં ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલે ગોવાને ફોલોઓન માટે આમંત્રણ ન આપ્યું.
ગુજરાતે બીજી ઈનિંગમાં પણ સારી બેટિંગ કરી 199/6 બાદ ઈનિંગ ડિકલેર કરી હતી. જવાબમાં ગોવાની ટીમ બીજી ઈનિંગમાં 164 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી બીજી ઈનિંગમાં સિદ્ધાર્થ દેસાઈએ પાંચ અને અરજાને ચાર વિકેટ ઝડપી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે