હિતોનો ટકરાવઃ અનિલ કુંબલેએ આપ્યો રાહુલ દ્રવિડને સાથ
કુંબલેએ કહ્યું કે, જ્યારે લોકોને ખ્યાલ આવે છે કે તમે કોઈપણ ક્ષેત્રમાં કઈ રીતે સામેલ છો, તો મને નથી લાગતું કે કોઈપણ પ્રકારે હિતોના ટકરાવનો મામલો બને છે.
Trending Photos
પણજીઃ દિગ્ગજ ભારતીય રાહુલ દ્રવિડને 'હિતોના ટકરાવ'ના મામલામાં મળેલી નોટિસ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અનિલ કુંબલેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે શુક્રવારે અહીં કહ્યું કે, દરેક પ્રોફેશનલ વ્યક્તિની સાથે ટકરાવ થાય છે પરંતુ તેને કઈ રીતે સંભાળવામાં આવે છે અને તેનો કઈ રીતે સામનો કરવામાં આવે છે, તે મહત્વનું છે.
કુંબલેએ સંવાદદાતાઓને કહ્યું, 'મને લાગે છે કે દરેક પ્રોફેશનલ વ્યક્તિની સાથે હિતોનો ટકરાવ થાય છે. તમે કઈ રીતે તેનો સામનો કરો છો, તમે કઈ રીતે તેમાં સામેલ થાવ છો, તે ઘણું મહત્વનું રહે છે. જ્યારે લોકોને ખ્યાલ આવે છે કે તમે કોઈપણ ક્ષેત્રમાં કઈ રીતે સામેલ છો, તો મને નથી લાગતું કે કોઈપણ રીતે હિતોના ટકરાવનો મામલો બને છે.'
મહત્વનું છે કે દ્રવિડને બીસીસીઆઈના લોકપાલ જસ્ટિસ ડીકે જૈને નોટિસ પાઠવી છે. દ્રવિડને આ નોટિસનો જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય મળ્યો છે. દ્રવિડ પર આરોપ લગાવનાર ગુપ્તા અનુસાર, રાહુલ દ્રવિડ વર્તમાનમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ડાયરેક્ટર પણ છે અને તે ઈન્ડિયા સીમેન્ટ્સ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે. ઈન્ડિયા સીમેન્ટ્સ ગ્રુપ આઈપીએલની ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સના માલિક પણ છે.
કુંબલેએ કહ્યું, 'આ દુર્ભાગ્યપૂર્ણ છે કે દરેક ક્રિકેટરને હિતોના ટકરાવ જેવા મામલામાથી પસાર થવું પડે છે. ઘણા ઓછા એવા ક્રિકેટર છે જે ભારત માટે રમ્યા છે અને તેમાંથી અડધા જીવિત છે. તેથી તે માત્ર આ રમતમાં યોગદાન આપે છે. જો તમે તેને પણ આ રીતે મામલામાં સામેલ કરશો તો મને લાગે છે કો કોઈ બીજાને ક્રિકેટમાં યોગદાન આપવા માટે જોવું પડશે.'
આ પહેલા સંજય ગુપ્તાએ આ પ્રકારના આરોપ પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંડુલકર પર પણ લગાવ્યા હતા. આ બંન્ને પૂર્વ ખેલાડી ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)ના પણ સભ્ય હતા અને આઈપીએલની ફ્રેન્ચાઇઝીમાં મેન્ટોર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે