J&K: જમ્મુમાંથી હટાવાઇ કલમ 144, કાલથી ખુલશે શાળા અને કોલેજો
Trending Photos
જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. જમ્મુ રિઝનનાં તમામ જિલ્લાઓથી કલમ 144ને હટાવી દેવાઇ છે. શનિવારે તમામ શાળા-કોલેજો ખુલશે. આ અગાઉ જમ્મુ કાશ્મીરનાં એડીજીપી લૉ એન્ડ ઓર્ડર મુનીર ખાને જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતી સામાન્ય છે. કાશ્મીર સ્થિતી પર સંપુર્ણ કાબુ છે. કાયદો અને વ્યવસ્થા જાળી રાખવા માટે તમામ જરૂરિ પગલા ઉઠાવવામાં આવશે.
J&K: Schools reopened in Udhampur today. Deputy Commissioner of Udhampur Piyush Singla says,“Section 144 is still imposed, but with some exceptions in certain areas. Security plan is in place. Vulnerable areas are being monitored closely. Markets are also open from 11 AM to 5 PM” pic.twitter.com/V2wgZOkBjB
— ANI (@ANI) August 9, 2019
POK પણ અમારુ, પાક. સંયુક્ત રાષ્ટ્રમાં જઇને શું કરી લેશે? વિદેશ મંત્રાલય
બીજી તરફ કઠુવામાં ગુરૂવારે શાળાઓ ખુલી. રસ્તા પર શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યાં. ઉધમપુરમાં પણ શુક્રવારે શાળાઓ ખુલી. ઉધમપુરનાં ડેપ્યુટી કમિશ્નર પીયૂષ સિંગલાએ કહ્યું કે, કલમ 144 હજી લાગુ છે પરંતુ કેટલાક સ્થળો પર છુટ અપાઇ છે. અમે દરેક વિસ્તાર પર બારીક નજર રાખી રહ્યા છીએ, બજારમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલી મુકવામાં આવી છે.
ભારત-પાક. વચ્ચે વધારે એક ટ્રેન રદ્દ: ઐતિહાસિક થાર એક્સપ્રેસનું સંચાલન અટક્યું
બીજી તરફ NSA અજીત ડોભાલે શુક્રવારે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંન્નેએ જમ્મુ કાશ્મીરની સ્થિતી પર ચર્ચા કરી. તેમણે સમગ્ર સ્થિતી અંગે સંતોષ વ્યક્ત કર્યો. રાજ્યપાલે ઇદ ઉલ અજહા માટે લોકોને સુવિધા પ્રદાન કરવા માટે કરાયેલા પ્રબંધો અંગે પણ ચર્ચા કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે