રાજ્યભરમાં 15 ઓગસ્ટ સુધી સમગ્ર પોલીસ તંત્ર રહેશે એલર્ટ

કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થવી અને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને અનુલક્ષીને સરકારે લીધા આગમચેતીનાં પગલાં 
 

રાજ્યભરમાં 15 ઓગસ્ટ સુધી સમગ્ર પોલીસ તંત્ર રહેશે એલર્ટ

બ્રિજેશ દોશી/ગાંધીનગરઃ રાજ્યમાં આગામી 15 ઓગસ્ટ સુધી સમગ્ર તંત્રને એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા અને કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ મુદ્દે ચર્ચા કરી હતી. 

રાજ્યમાં હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. સોમવારે બકરી ઈદ આવી રહી છે. ત્યાર પછી આગામી 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન બંને એકસાથે આવી રહ્યા છે. આથી, સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વો પર વોચ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.  

તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 નાબૂદ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને રાજ્યમાં દરિયાઈ વિસ્તારોમાંથી આતંકવાદી હુમલો થવાની પણ સંભાવના છે. આથી, સમુદ્ર અને સરહદી વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. 

કેન્દ્રીય ગૃહ વિભાગે આપેલી ગાઈડલાઈન મુજબ સુરક્ષા વ્યવસ્થાને લઈને આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news