આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી ભાગીદારી, ડિકોક-રાહુલે બનાવ્યા 5 મોટા રેકોર્ડ
LSG vs KKR: ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં આજે આઈપીએલ મેચ દરમિયાન ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. ડિકોક અને કેએલ રાહુલની જોડીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
Trending Photos
મુંબઈઃ આઈપીએલમાં બુધવારે ક્વિન્ટન ડિકોક અને કેએલ રાહુલે મળીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. બંનેની દમદાર ઈનિંગને કારણે આઈપીએલના અનેક રેકોર્ડ પણ તૂટી ગયા છે. આજે બોલરોની ખુબ ધોલાઈ થઈ હતી. લખનઉએ 20 ઓવરમાં વિના વિકેટે 210 રન બનાવ્યા હતા.
ડિકોક-રાહુલે મળીને બનાવ્યો ઈતિહાસ
ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં બુધવારે આઈપીએલ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ટોસજીતીને પ્રથમ બેટિંગ કરી હતી. તેણે 20 ઓવરમાં વિના વિકેટે 210 રન બનાવ્યો. ડિકોક અને રાહુલે બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. ડિકોકે 70 બોલમાં 140 અને રાહુલે 68 રન બનાવ્યા હતા. આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા છે.
આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી
ક્વિન્ટન ડિકોક અને રાહુલે 210 રનની અણનમ ભાગીદારી કરી. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી બની ગઈ છે.
આ પણ વાંચોઃ ENG vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમ જાહેર, આ બે અનુભવી ખેલાડીની થઈ વાપસી
આઈપીએલ 2022નો સૌથી મોટો સ્કોર
ડિકોકે 70 બોલમાં 10 ફોર અને 10 સિક્સ સાથે 140 રન ફટકાર્યા હતા. આ તેના આઈપીએલ કરિયરની બીજી સદી હતી. આ પહેલા તેણે 2016માં આરસીબી સામે સદી ફટકારી હતી. તો આ આઈપીએલની 15મી સીઝનનો સૌથી મોટો સ્કોર છે.
કેકેઆર વિરુદ્ધ એક મેચમાં કોઈ ખેલાડીના સૌથી વધુ રન
ડિકોકનો 12 રને કેચ છૂટ્યો હતો, ત્યારબાદ તેણે આક્રમક બેટિંગ કરી. શરૂઆતી 201 રન 59 બોલમાં બનાવ્યા તો આગામી 11 બોલમાં 39 રન ફટકારી દીધા હતા. મેચમાં ડિકોકે 140 રન બનાવ્યા. આજથી વધુ એક મેચમાં કોઈ બેટરે કેકેઆર સામે આટલા રન બનાવ્યા નથી.
વિકેટ ગુમાવ્યા વગર કોઈ ટીમે રમી 20 ઓવર
ચોથી વખત એવુ થયું કે આઈપીએલમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે પોતાની તમામ 20 ઓવર રમી અને એકપણ વિકેટ ગુમાવી નહીં.
સતત 5 સીઝનમાં રાહુલના બેટથી 500+ રન
કેએલ રાહુલ આઈપીએલમાં રન મશીન બની ચુક્યો છે. ડેવિડ વોર્નર બાદ સતત 5 સીઝનમાં 500+ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે