મલેશિયા માસ્ટર્સની સાથે 2020ની સારી શરૂઆત કરવા ઉતરશે સિંધુ એન્ડ કંપની
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મંગળવારે અહીં શરૂ થઈ રહેલી મલેશિયા માસ્ટર્સ સુપર 500 ટૂર્નામેન્ટમાં સારા પ્રદર્શનની સાથે નવા વર્ષની સકારાત્મક શરૂઆત કરવાના ઈરાદાથી ઉતરશે.
Trending Photos
કુઆલાલંપુરઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (pv sindhu) મંગળવારે અહીં શરૂ થઈ રહેલી મલેશિયા માસ્ટર્સ સુપર 500 ટૂર્નામેન્ટમાં (malaysia masters) સારા પ્રદર્શનની સાથે નવા વર્ષની સકારાત્મક શરૂઆત કરવાના ઈરાદાથી ઉતરશે. વિશ્વની છઠ્ઠા નંબરની ખેલાડી સિંધુએ પાછલા વર્ષે સ્વિત્ઝર્લેન્ડના બાલેસમાં વિશ્વ ચેમ્પિયનશિપ જીતી હતી. પરંતુ બાકી સિઝનમાં તે આશા પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી અને ડિસેમ્બરમાં વિશ્વ ટૂર ફાઇનલ્સમાં પોતાના ટાઇટલનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી.
ઓલિમ્પિકમાં હવે સાત મહિના કરતા ઓછો સમય બાકી છે અને સિંધુ પોતાની ખામીઓમાં સુધાર કરી 4 લાખ ડોલર ઇનામી સ્પર્ધામાં મહિલા સિંગલ્સમાં પ્રભાવી પ્રદર્શન કરવા ઉતરશે. વર્લ્ડ નંબર-6 સિંધુને પ્રથમ રાઉન્ડમાં રૂસની યેવગેનિયા કોસેત્સકાયાના રૂપમાં આસાન વિરોધી મળી છે પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં તેણે વિશ્વની નંબર એક ચીની તાઈપેની તાઈ ઝૂ યિંગ વિરુદ્ધ ટકરાય શકે છે. પાછલા વર્ષે ઈન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઇટલ જીતનારી સાઇના નેહવાલને પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયર વિરુદ્ધ રમવાનું છે.
પુરૂષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત પોતાની અભિયાનની શરૂઆત બીજા ક્રમાંકિત ચીની તાઇપેના ચાઉ ટિએન ચેન વિરુદ્ધ કરશે. બીડબ્લ્યૂએફ રેન્કિંગમાં ભારતનો સર્વશ્રેષ્ઠ પુરૂષ સિંગલ ખેલાડી બી સાઈ પ્રણીતે પ્રથમ રાઉન્ડમાં ડેનમાર્કના રાસમુસ ગેમ્કેનો સામનો કરવાનો છે. 2019માં આશા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલ સમીર વર્માએ થાઈલેન્ડના કેન્તાફોન વાંગચેરોન વિરુદ્ધ રમવાનું છે. વિશ્વના છઠ્ઠા નંબરના પૂર્વ ખેલાડી પારૂપલ્લી કશ્યપે પ્રથમ રાઉન્ડમાં વિશ્વના નંબર એક ખેલાડી કેન્ટો મેમોટા સામે રમવાનું છે. જ્યારે પાછલા વર્ષે ખરાબ સ્વાસ્થ્યથી પરેશાન રહેલ એચએસ પ્રણય જાપાનના કેન્ટા સુનેયામા વિરુદ્ધ ઉતરશે.
Aus vs NZ: ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરે રચ્યો ઈતિહાસ, તોડ્યો ફ્લેમિંગનો રેકોર્ડ
સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પુરૂષ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં ઓંગ યૂ સિન અને ટિયો ઈ યીની સ્થાનિક જોડી સામે ટકરાશે. મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીનો સામનો ચાંગ યી ના અને કિમ યી રિન સામે થશે. અશ્વિની અને સાત્વિક મિક્સ ડબલ્સમાં વેંગ યી લ્યૂ અને હુઆંગ ડોન્ગ પિન્ગની બીજી ક્રમાંકિત ચીનની જોડી સામે ટકરાશે, જ્યારે સિક્કી અને પ્રણવ જૈરી ચોપડાએ પ્રથમ રાઉન્ડમાં ઝેંગ સી વેઈ અને હુઆંગ યા કિયોન્ગની સર્વોચ્ચ જોડી વિરુદ્ધ રમવાનું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે