Bigbossમાં સલમાને શાહરૂખ ખાનનું એક Secret જાહેર કરી દીધું, કહ્યું કે...

બોલિવુડના કિંગ ખાને 1993માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ ડર સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો છે. જેમાં શાહરૂખ ખાને માથા ફરેલા આશિકની ભૂમિકા ભજવી હતી. શાહરૂખે આ ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો, પરંતુ તેમ છતા તે જબરદસ્ત વાહવાહી મેળવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કિરણ નામની યુવતીના પ્રેમમાં હોય છે. સની દેઓલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. 
Bigbossમાં સલમાને શાહરૂખ ખાનનું એક Secret જાહેર કરી દીધું, કહ્યું કે...

નવી દિલ્હી :બોલિવુડના કિંગ ખાને 1993માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ ડર સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો છે. જેમાં શાહરૂખ ખાને માથા ફરેલા આશિકની ભૂમિકા ભજવી હતી. શાહરૂખે આ ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો, પરંતુ તેમ છતા તે જબરદસ્ત વાહવાહી મેળવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કિરણ નામની યુવતીના પ્રેમમાં હોય છે. સની દેઓલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. 

હવે આ ફિલ્મને લઈને સલમાન ખાને બિગબોસના એક એપિસોડમાં પોતાના ક્રશ વિશે ખૂલીને જણાવ્યું હતું અને પોતાની યાદગીરીના પિટારામાંથી એક વાત બહાર કાઝી હતી. તેણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, કેવી રીતે તેમણે પોતાના ક્રશ વિશે સુપરસ્ટાર શાહરૂખ ખાન વિશે જણાવ્યું હતું અને તેમણે આ નામનો ઉપયોગ ફિલ્મમાં કર્યો હતો.

એક્ટર શાહરૂખ ખાનની 1993માં આવેલી ફિલ્મ ડર બધાના મગજમાં બરાબરની યાદ રહી ગઈ છે. ફિલ્મમાં શાહરૂખ ખાન એક જૂનુની પ્રેમના રૂપમાં નજર આવી હતી, તો એક્ટ્રેસ જુહી ચાવલાએ ફિલ્મમાં કિરણનુ પાત્ર ભજવ્યું હતું.

શોમાં મહેમાન તરીકે આવેલ એક્ટર અજય દેવગન અને તેની પત્ની કાજોલને સલમાન ખાને મજાકમાં કહ્યું કે, આ ત્યાથી જ શરૂ થયું હતું, પછી મેં શાહરૂખને આ વાત કહી તો તેણે ફિલ્મ બનાવી નાંખી. આ ઉપરાંત અનેક મજેદાર સવાલ-જવાલ પણ આ શોમાં થયા. જ્યારે અજય દેવગનને પૂછવામાં આવ્યું કે, શું ક્યારેય તેમણે કાજોલના ખાવાના વખાણ કર્યા તો જવાબમાં અજય દેવગને કહ્યું કે, કાજોલ ક્યારેય ખાવાનું બનાવતી નથી, તે કદાચ પાણી પણ માંડ ઉકાળતી હશે. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ અને અજય દેવગનની તાનાજી ફિલ્મ રિલીઝ થવાની છે. તો સલમાન ખાનની વાત કરીએ તો તેની દબંગ-3 હાલમાં જ રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર છપ્પરફાડકે તો નહિ, પણ સારું પ્રદર્શન કર્યું હતું. તો શાહરૂખ ખાનની વાત કરીએ તો ઝીરો બાદ તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી, ન તો તેણે કોઈ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. (IANS માંથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news