રવિન્દ્રને પ્રમોશન, અક્ષરને ડિમોશન! સૌરાષ્ટ્રના આ ખેલાડીની BCCI કોન્ટ્રાક્ટમાંથી જ બાદબાકી

BCCI એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં જામનગરના રવિન્દ્ર જાડેજાનું નસીબ ચમક્યું છે, એટલે કે નંબર વન પર રિટેન થયો છે. પરંતુ સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, જે ગત વખતે B કેટેગરીમાં હતો. આ રીતે ગુજરાતી ખેલાડી અક્ષર પટેલનું ડિમોશન થયું છે.

રવિન્દ્રને પ્રમોશન, અક્ષરને ડિમોશન! સૌરાષ્ટ્રના આ ખેલાડીની BCCI કોન્ટ્રાક્ટમાંથી જ બાદબાકી

BCCI Annual Contract List:  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વાર્ષિક કરારની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટમાં કુલ 30 ખેલાડીઓને જગ્યા મળી છે. બીસીસીઆઈની ટોપ કેટેગરી એટલે કે A+ માં ચાર ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. BCCIના કોન્ટ્રાક્ટમાં કેટલાક ગુજ્જુ ખેલાડીઓને ફાયદો થયો છે, જ્યારે કેટલાક ખેલાડીઓના નસીબમાં વાકું પડ્યું છે.

BCCI એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં જામનગરના રવિન્દ્ર જાડેજાનું નસીબ ચમક્યું છે, એટલે કે નંબર વન પર રિટેન થયો છે. પરંતુ સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, જે ગત વખતે B કેટેગરીમાં હતો. આ રીતે ગુજરાતી ખેલાડી અક્ષર પટેલનું ડિમોશન થયું છે, જે બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં તો છે, પરંતુ ગત વખતે Aમાં હતો, જે આ વખતે Bમાં ગયો છે. કોન્ટ્રાક્ટમાં ગ્રેડ A માં 6 ખેલાડી, ગ્રેડ બીમાં 5 અને ગ્રેડ સીમાં 15 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તો બીજી તરફ  આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વત કવેરપ્પાને ઝડપી બોલિંગ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. બીસીસીઆઈએ મોટી કાર્યવાહી કરતા ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને કેન્દ્રીય કરારની યાદીમાંથી હટાવી દીધા છે. સતત ચેતવણીઓ છતાં, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે રણજી ટ્રોફીની અવગણના કરી. હવે બંને ખેલાડીઓ BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી.

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બ્રેક લીધા બાદ કિશનને પુનરાગમન કરવા માટે રણજી ટ્રોફી રમવાની સૂચના આપવામાં આવી રહી હતી. પરંતુ કિશને BCCIની અવગણના કરી અને ઝારખંડ તરફથી એક પણ રણજી મેચમાં ભાગ લીધો ન હતો. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે જે ખેલાડીઓ રાષ્ટ્રીય ફરજ પર નથી તેઓને રણજી ટ્રોફીમાં ભાગ લેવો પડશે. બીસીસીઆઈ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરના વલણથી નારાજ હતું. 

ગ્રેડ A+ (7 કરોડ રૂપિયા)
વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ  A (5 કરોડ રૂપિયા)
આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા

ગ્રેડ B ( 3 કરોડ રૂપિયા)
સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જાયસવાલ.

ગ્રેડ C (1 કરોડ રૂપિયા)
રિંકૂ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદાર.

તમને જણાવી દઈએ કે BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરી છે. A+ શ્રેણીને રૂ. 7 કરોડ, Aને રૂ. 5, Bને રૂ. 3 અને સૌથી ઓછી C શ્રેણીને વાર્ષિક રૂ. 1 કરોડ મળે છે. આ તમામ કેટેગરીમાં ખેલાડીઓને સામેલ કરવાના કેટલાક નિયમો છે. A+ માં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે (ટેસ્ટ, ODI અને T20).
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news