IND vs ENG: પ્રસિદ્ધ કૃષ્ણાએ પર્દાપણ મેચમાં રચી દીધો ઈતિહાસ, ભારત તરફથી કરી સર્વશ્રેષ્ઠ બોલિંગ

પ્રસિદ્ધ કૃષ્ણાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ મેચમાં 8.1 ઓવરમાં 54 રન આપી 4 વિકેટ લીધી અને એક ઓવર મેડન ફેંકી. ભારત તરફથી વનડે ક્રિકેટમાં પર્દાપણ કરનાર કોઈપણ બોલરનો આ અત્યાર સુધીને શ્રેષ્ઠ આંકડો છે. 

IND vs ENG: પ્રસિદ્ધ કૃષ્ણાએ પર્દાપણ મેચમાં રચી દીધો ઈતિહાસ, ભારત તરફથી કરી સર્વશ્રેષ્ઠ બોલિંગ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી અને ભારતીય ટીમની જીતમાં પર્દાપણ કરનાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને ક્રુણાલ પંડ્યા ચમક્યા. આ બન્ને ખેલાડીઓએ પોતાની પ્રથમ મેચમાં પ્રભાવી પ્રદર્શન કર્યુ છે. એક તરફ જ્યાં ક્રુણાલ પંડ્યાએ અડધી સદી ફટકારી તો કૃષ્ણાએ એવી બોલિંગ કરી જે ભારતીય વનડે ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. 

પ્રસિદ્ધ કૃષ્ણાનો દમદાર રેકોર્ડ
પ્રસિદ્ધ કૃષ્ણાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ મેચમાં 8.1 ઓવરમાં 54 રન આપી 4 વિકેટ લીધી અને એક ઓવર મેડન ફેંકી. ભારત તરફથી વનડે ક્રિકેટમાં પર્દાપણ કરનાર કોઈપણ બોલરનો આ અત્યાર સુધીને શ્રેષ્ઠ આંકડો છે. એટલે કે ભારત તરફથી કૃષ્ણાએ ડેબ્યૂ મેચમાં સૌથી બેસ્ટ બોલિંગ કરી છે. કૃષ્ણા પહેલા ભારત માટે વનડેમાં પર્દાપણ મેચમાં સૌથી સારૂ પ્રદર્શન કરવાનો રેકોર્ડ નોએલ ડેવિડના નામે હતો. તેમણે ભારત માટે પર્દાપણ કરતા 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. 

ભારત માટે વનડે પર્દાપણ મેચમાં સૌથી સારી બોલિંગ કરનાર બોલર

4/54 - પ્રસિદ્ધ કૃષ્ણા

3/21 - નેએલ ડેવિડ

3/24 - વરૂણ આરોન

— BCCI (@BCCI) March 23, 2021

ભારતીય ફાસ્ટ બોલરોએ ઝડપી 9 વિકેટ
પ્રસિદ્ધ કૃષ્ણાએ શાર્દુલ ઠાકુર અને ભુવનેશ્વર કુમારની સાથે મળી ઈંગ્લેન્ડના બેટ્સમેનોની હવા કાઢી નાખી અને મહેમાન ટીમ ભારતના 317 રનના જવાબમાં 251 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં કૃષ્ણાએ ચાર વિકેટ ઝડપી તો શાર્દુલ ઠાકુરને ત્રણ સફળતા મળી હતી. પ્રસિદ્ધે જેસન રોય, બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ અને ટોમ કરનને આઉટ કર્યા હતા. તો શાર્દુલે જોની બેયરસ્ટો, ઇયોન મોર્ગન અને જોસ બટલર જેવા ખેલાડીને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ભુવનેશ્વર કુમારને બે અને ક્રુણાલ પંડ્યાને એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news