AHMEDABAD: કાલુપુર રેલવે સ્ટેશન બ્લાસ્ટ કેસમાં ભાગેડુ આરોપીને ATS એ ઝડપી લીધો
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીને પકડવામાં ગુજરાત ATS ને સફળતા મળી છે. પકડાયેલ આરોપી સિવાય બ્લાસ્ટ કેસમાં 12 આરોપી અગાઉ પણ પકડાઈ ચુક્યા છે. ત્યારે આરોપી મોહસીન સૈયદ કાશ્મીરમાં આતંકવાદી તાલીમ લીઇ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. હજી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થઇ શકે છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વર્ષ 2006માં થયેલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત ATSએ મોહસીન સૈયદ પુનાના હડપસરમાંથી ધરપકડ કરી છે. અગાઉ બ્લાસ્ટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સપ્ટેમ્બર 2006માં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ત્યારે લશ્કર-એ-તોઇબાના આતંકવાદીઓની મદદથી ગુનાહિત ષડયંત્ર કરનાર મોહિસીન સૈયદની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, લશ્કર એ તોયબાના સીધા સંપર્કમાં હતો. બ્લાસ્ટ કરવાના ઇરાદે આતંકવાદી તાલીમ પણ કાશ્મીર ખાતે લીધી હતી. મોહસીન સૈયદ હાલ પુના હડપસર ખાતે છુપાયેલ હોવાની માહિતી ગુજરાત ATSને મળતા જ ધરપકડ કરવામાં આવી. બ્લાસ્ટ બાદ મોહસીન પોલીસ પકડથી બચવા અલગ અલગ સ્થળે રહેતો બહાર આવવાનું સતત ટાળતો હતો. તેમજ ઘરની નજીક મદરેસામાં બાળકોને ભણાવતો.
આરોપી મોહસીનની ATS દ્વારા પૂછપરછ કરતા સામેએ પણ આવ્યું કે, કાશ્મીરના બે શખ્સો અસલમ કાશ્મીરી તથા બસીર કાશ્મીરીએ આતંકવાદી તાલીમ અને હથિયાર ચલાવવા સહિતની તાલીમ લેવા માટે મોકલ્યા હતા. જોકે બ્લાસ્ટ પહેલા આરોપી મોહસીન કંથારીયા મદ્રેસા ખાતે અભ્યાસ કરતો હતો. ઉલ્લેખનીય છે કે કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલ બોમ્બ બ્લાસ્ટ ના જિહાદી ષડયંત્રના ગુનામાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 11 આરોપીઓ પકડવાના બાકી છે.જોકે પકડાયેલ આરોપી મોહસીન બ્લાસ્ટ સમયે અમદાવાદમાં મહત્વનો રોલ કરી ચુક્યો છે ત્યારે અન્ય બ્લાસ્ટ કેસમાં પણ સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે મોહસીન સૈયદની પુછપરછ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે