Pakistan National Day 2021: પાકિસ્તાન નેશનલ ડે પર PM મોદીએ ઇમરાનને આપી શુભેચ્છા, આતંકવાદ મુદ્દે કહી આ વાત

ઇમરાન ખાનના કોવિડ પોઝિટિવ થયા બાદ પણ પીએમ મોદીએ તેમના જલદી સાજા થવાની કામના કરી હતી. આજે ફરી પીએમ મોદીએ પાકિસ્તાનના નેશનલ ડે પર પત્ર લખ્યો છે. 

Pakistan National Day 2021: પાકિસ્તાન નેશનલ ડે પર PM મોદીએ ઇમરાનને આપી શુભેચ્છા, આતંકવાદ મુદ્દે કહી આ વાત

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં સુધાર જોવા મળી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) એ પાકિસ્તાન નેશનલ ડેના અવસર પર પાક પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran khan) ને પત્ર લખી શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ લખ્યુ કે, પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનની જનતાને ખુબ ખુબ શુભેચ્છાઓ. 

પીએમ મોદીએ મોકલ્યો પત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભકામનાઓની સાથે આતંકવાદ મુદ્દે ચેતવણી પણ આપી દીધી. તેમાં તેમણે શુભકામનાઓ આપતા કહ્યુ કે, ભારત પાકિસ્તાન પાસે સદ્ભાવપૂર્ણ સંબંધની ઈચ્છા રાખે છે. તે માટે પરસ્પર વિશ્વાસ અને આતંકનો ખાતમો થવો જરૂરી છે. આ પહેલા ઇમરાન ખાન કોવિડ પોઝિટિવ આવ્યા ત્યારે પણ પીએમ મોદીએ જલદી સાજા થવાની કામના કરી હતી. 

WhatsApp Image 2021-03-23 at 21.36.36.

સંબંધ સુધરવાની આશા
મોદીએ ટ્વીટ કરીને કહ્યુ, પ્રધાનમંત્રી ઇમરાન ખાનના જલદી સાજા થવાની કામના કરુ છું. પાકિસ્તાનના એક વરિષ્ઠ રાજદ્વારીએ કહ્યુ કે, ભારત અને પાકિસ્તાને ક્ષેત્રમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા માટે તમામ દ્વિપક્ષીય મુદ્દા, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરનો મુદ્દ વાતચીત દ્વારા ઉકેલ લાવવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news