પીએમ મોદીએ લોન્ચ કરી ખેલો ઈન્ડિયા એપ, રમત અને ફિટનેસ પ્રત્યે કરશે જાગરૂત

ખેલો ઈન્ડિયાનો ઉદ્દેશ દેશમાં રમતો માટે સકારાત્મક માહોલ તૈયાર કરવાનો છે. 

 પીએમ મોદીએ લોન્ચ કરી ખેલો ઈન્ડિયા એપ, રમત અને ફિટનેસ પ્રત્યે કરશે જાગરૂત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના 'ખેલ ઈન્ડિયા એપ'ને લોન્ચ કરી હતી. આ દેશમાં પોતાના તરફથી પ્રથમ એવી એપ છે, જે દેશમાં રમત અને ફિટનેસ પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની તરફથી તૈયાર કરવામાં આવી છે. 

પીએમ નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ શરૂ થયેલા ખેલા ઈન્ડિયાની સ્કીમ હેઠળ તેને લોન્ચ કરવામાં આવી છે. ખેલો ઈન્ડિયાનો ઈરાદો દેશમાં રમતો માટે સકારાત્મક માહોલ તૈયાર કરવો અને ભારતને આવનારા સમયમાં સ્પોર્ટિંગ સુપરવાપર તરીકે વિકસિત કરવાનો છે. 

— PIB India (@PIB_India) February 27, 2019

ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું, ભારતના રમત જગતમાં આજે એક મોટુ પગલું ઉઠાવ્યું છે. આ એપ્લિકેશનને કારણે દેશભરમાં ફિટનેસ અને રમતો પ્રત્યે જાગરૂકતામાં વધારો થશે. આ સિવાય ભારતમાં ટેકનીકના માધ્યથી યુવાઓની પ્રતિભાને ઓળખવામાં મદદ મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news