Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશ

IOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.

Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશ

બુધવારે પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક્સ ખેલોત્સવમાં ભારતને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. હવે ભારત માટે એક શરમજનક સમાચાર આવી રહ્યા છે. યુવા પહેલવાન અંતિમ પંઘાલ અને તેની આખી ટુકડીએ પેરિસથી ડિપોર્ટેશનનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આ યુવા પહેલવારને પોતાનું અધિકૃત માન્યતા કાર્ડ તેની નાની બહેનને સોંપી દીધુ જેને સુરક્ષાકર્મીઓએ ઓલિમ્પિક વિલેજથી બહાર નીકળતા પકડી લીધી હતી. અંતિમ મહિલાઓની 33 કિગ્રા કેટેગરીમાં પોતાનો પહેલો મુકાબલો હાર્યા બાદ પેરિસ ઓલિમ્પિકથી બહાર થઈ હતી. 

ભારતીય પહેલવાન પર એક્શન
IOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે. જો કે આઈઓએ દ્વારા અનુશાસનાત્મક ભંગ વિશે કશું જ જણાવવામાં નથી આવ્યું. પરંતુ એક સૂત્રએ આ સમગ્ર જાણકારી આપી. 

સૂત્રના જણાવ્યાં મુજબ ખેલ ગામ જવાની જગ્યાએ તે એ હોટલમાં પહોંચી ગઈ જ્યાં તેના કોચ ભગત સિંહ અને સાથી અભ્યાસ પહેલવાન વિકાસ, જે વાસ્તવમાં તેના કોચ છે, રોકાયેલા હતા. અંતિમે તેની બહેનને ઓલિમ્પિક વિલેજ જઈને પોતાનો સામાન પાછો લાવવાનું કહ્યું હતું. તેની બહેનને બીજાના કાર્ડ પર અંદર જવાના કારણે પકડવામાં આવી અને તેનું નિવેદન નોંધવા માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. 

નશાની હાલતમાં હતા ભગત
19 વર્ષની અંડર 20 વર્લ્ડ ચેમ્પિયન અંતિમને પણ પોલીસે નિવેદન લેવા માટે બોલાવી હતી. એટલું જ નહીં અંતિમના અંગત સહયોગી સ્ટાફ વિકાસ અને  ભગત કથિત રીતે નશાની હાલતમાં કેબમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમણે  ભાડું આપવાની પણ ના પાડી હતી ત્યારબાદ ડ્રાઈવરે પોલીસને બોલાવ્યા હતા. આઈઓએના એક અધિકારીએ ગુસ્સામાં કહ્યું કે, અમે હાલ મામલો ઠંડો કરી રહ્યા છીએ. જ્યારે સંપર્ક કરાયો તો વિકાસે આ પ્રકારની ઘટનામાં પોતાની સંડોવણી હોવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે કહ્યું કે, તમને આ કોણે કહ્યું? અંતિમ અને તેની બહેન મારી સામે બેઠા છે. 

પહેલી મેચમાં હાર
અત્રે જણાવવાનું કે પેરિસ ઓલિમ્પિકના 12માં દિવસે અંતિમ પંઘાલનો મહિલાઓના 53 કિગ્રા કેટેગરીની મેચમાં તુર્કીની જેનેપ યેટગિલ સામે મુકાબલો રમાયો હતો. જેમાં તેણે હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં તેની સફર પણ પૂરી થઈ ગઈ. તુર્કીના પહેલવાને અંતિમ પંઘાલને 0-10થી હરાવી હતી. પહેલી જ મેચમાં તુર્કીની પહેલવાન તેના પર ભારે પડી ગઈ. મહિલાઓની 53 કિલોગ્રામ કેટેગરીની આ મેચમાં અંતિમ માત્ર 101 સેકન્ડની અંદર જ હારી ગઈ હતી. ભારતીય ફેન્સને તેનાથી ખુબ આશા હતી પરંતુ હવે તે તૂટી ગઈ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news