PAK vs AUS: કરાચીમાં બાબર આઝમની ઐતિહાસિક ઈનિંગ, પાકિસ્તાને મેચ કરાવી ડ્રો

Babar Azam record vs Australia: બાબર આઝમે એકવાર ફરી સાબિત કર્યુ કે તેમ તે દુનિયાનો શ્રેષ્ઠ ટેસ્ટ બેટર છે. 425 બોલની મેરાથોન ઈનિંગમાં તેણે એક બાદ એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે. તે ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન પણ બની ગયો છે. 
 

PAK vs AUS: કરાચીમાં બાબર આઝમની ઐતિહાસિક ઈનિંગ, પાકિસ્તાને મેચ કરાવી ડ્રો

કરાચીઃ ડોન બ્રેડમેન, રિકી પોન્ટિંગ, બ્રાયન લારા, વિરાટ કોહલી.. આ નામોમાં બે વાત કોમન છે. આ બધા દુનિયાના શાનદાર બેટર રહ્યા. સાથે સાથે પોત-પોતાના દેશના મહાન કેપ્ટન પણ. આ ક્લબને ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ પણ કહી શકાય એટલે કે સર્વકાલિક મહાન કેપ્ટન બેટરોની ક્લબ. પરંતુ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ બધાને પાછળ છોડતા કમાલ કર્યો છે. 

બાબર આઝમે ઈતિહાસ રચી દીધો
ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાચીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ પાકિસ્તાન બચાવવામાં સફળ રહ્યું. મેચના પાંચમાં અને અંતિમ દિવસે છેલ્લા સત્રમાં યજમાનો પર ભલે હારનો ખતરો હતો, પરંતુ દિલ તો બાબર આઝમે જીતી લીધુ છે. બાબરે 425 બોલમાં 196 રન બનાવ્યા છે. આ રીતે તે ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ બાબર પોતાની બેવડી સદીથી માત્ર ચાર રન દૂર રહ્યો હતો. બાકી તે ચોથી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બની ગયો હોત. 

— Pakistan Cricket (@TheRealPCB) March 16, 2022

ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન
બાબર આઝમ માટે આ ઈનિંગ એટલા માટે પણ મહત્વની હતી કારણ કે તેણે લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી નહોતી અને જ્યારે સદી ફટકારી તો મોટો સ્કોર બનાવી દીધો.

કેપ્ટન રન ટીમ vs વર્ષ
બાબર આઝમ 196 પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા 2022
માઇકલ આથર્ટન 185* ઈંગ્લેન્ડ સાઉથ આફ્રિકા 1995
બેવન કોંગડોન 176 ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ 1973
ડોન બ્રેડમેન 173* 
ઓસ્ટ્રેલિયા  
ઈંગ્લેન્ડ  
1948
રિકી પોન્ટિંગ 156
ઓસ્ટ્રેલિયા  
 
ઈંગ્લેન્ડ  
2005
ગ્રીમ સ્મિથ 154* સાઉથ આફ્રિકા
ઈંગ્લેન્ડ  
2008
બ્રાયન લારા 153* વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા 1999
રિકી પોન્ટિંગ 143*
ઓસ્ટ્રેલિયા  
સાઉથ આફ્રિકા  
2006
વિરાટ કોહલી 141* ભારત
ઓસ્ટ્રેલિયા  
2014
વેલી હેમન્ડ 140* ઈંગ્લેન્ડ
સાઉથ આફ્રિકા  
1939

મોહમ્મદ રિઝવાને પણ ફટકારી સદી
જ્યારે ટીમને જરૂર હતી ત્યારે મોહમ્મદ રિઝવાને પણ સદી ફટકારી. તે વિપરિત સ્થિતિમાં રમેલી એવી ઈનિંગ હતી, જે મેચ વિનિંગથી ઓછી નથી. બાબર આઉટ થયા બાદ પાકિસ્તાન ટીમ મુશ્કેલીમાં લાગી રહી હતી. સતત ત્રણ વિકેટ પડવાથી દબાવ આવી ગયો હતો. પરંતુ આ સ્થિતિમાં રિઝવાન હીરો બનીને ઉભર્યો. તેણે 173 બોલમાં સદી ફટકારી ટીમની આશા જીવંત રાખી. રિઝવાન મેચ ડ્રો કરાવી પેવેલિયનમાં પરત ફર્યો હતો. 

ફોલોઓન ન આપવું ઓસ્ટ્રેલિયાને પડ્યું ભારે
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનની સામે 506 રનનો વિશ્વ રેકોર્ડ લક્ષ્ય રાખ્યો હતો. બાદમાં પાકિસ્તાનને આઉટ કરવા તેની પાસે છેલ્લા બે સેશનની 36 ઓવર હતી, જ્યારે તેને છ વિકેટની જરૂર હતી. પરંતુ ત્રણ મેચોની સિરીઝનો બીજો મુકાબલો પણ ડ્રો થઈ ગયો. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 21-2 હતો અને 150 ઓવર બાકી હતી, અહીંથી ત્રણ ખેલાડી ઓપનર અબ્દુલ્લાહ શફીક (96), કેપ્ટન બાબર આઝમ (196) અને મોહમ્મદ રિઝવાન (104 અણનમ) એ મેચ ડ્રો કરાવી લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news