લસિથ મલિંગા બાદ હવે નુવાન કુલસેકરાએ ઇન્ટરનેશનલ ક્રિકેટને કર્યું અલવિદા

શ્રીલંકાના અનુભવી ફાસ્ટ બોલર નુવાન કુલસેકરા (Nuwan Kulasekara) એ બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. કુલસેકરાએ વર્ષ 2003 માં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વન ડે ટીમમાં પદાર્પણ કર્યું હતું. કુલસેકરાએ શ્રીલંકા માટે પોતાની છેલ્લી વન ડે 2017 માં રમી હતી. 

લસિથ મલિંગા બાદ હવે નુવાન કુલસેકરાએ ઇન્ટરનેશનલ ક્રિકેટને કર્યું અલવિદા

કોલંબો : શ્રીલંકાના અનુભવી ફાસ્ટ બોલર નુવાન કુલસેકરા (Nuwan Kulasekara) એ બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. કુલસેકરાએ વર્ષ 2003 માં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વન ડે ટીમમાં પદાર્પણ કર્યું હતું. કુલસેકરાએ શ્રીલંકા માટે પોતાની છેલ્લી વન ડે 2017 માં રમી હતી. 

મીડિયા રિપોર્ટસ અનુસાર, કુલસેકરા ફેયરવેલ મેચ રમીને ક્રિકેટ જગતને અલવિદા કરવા ઇચ્છતો હતો. પરંતુ પસંદગી સમિતિએ આ માંગણી ન સ્વીકારતાં તેણે જાતે જ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. કુલસેકરાએ વન ડેમાં સૌથી વધુ વિકેટ લેનાર શ્રીલંકાનો પાંચમો બોલર છે. કુલસેકરાએ 184 મેચમાં 199 વિકેટ લીધી છે. કુલસેકરાએ 21 ટેસ્ટ મેચમાં 48 વિકેટ લીધી છે. 

— Mohammad Kaif (@MohammadKaif) July 24, 2019

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news