UAPA બિલ લોકસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું, અર્બન નકસલીઓ માટે સરકારના દિલમાં કોઈ સ્થાન નહીં

UAPA બિલ લોકસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું, અર્બન નકસલીઓ માટે સરકારના દિલમાં કોઈ સ્થાન નહીં

નવી દિલ્હીઃ લોકસભામાં UAPA (Unlawful Activities Prevention Amendment Bill) બિલ પાસ થઈ ગયું છે. આ બિલ પર થયેલી ચર્ચામાં જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, આતંકવાદનો સામનો કરવા માટે કડક કાયદાની જરૂર છે. અમિત શાહે કહ્યું કે, સરાકરના દિલમાં અર્બન નકસલવાદીઓ માટે કોઈ સ્થાન નથી. મોદી સરકાર આ કાયદાનો ખોટો ઉપયોગ થવા નહીં દે. 

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વિરોધ પક્ષો પુછી રહ્યા છે કે આતંકવાદ સામે કડ કાયદો શા માટે બનાવી રહ્યા છો? મારો જવાબ છે કે, આતંકવાદ સામે કડકમાં કડક કાયદો હોવો જોઈએ. આ કાયદો ઈન્દિરા ગાંધી સરકાર લાવ્યાં હતાં, અમે તો તેમાં નાનકડું સંશોધન કરી રહ્યા છીએ. 

કોને ક્યારે આતંકવાદી જાહેર કરવો તેની જોગવાઈ 
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, UAPA બિલમાં કઈ વ્યક્તિને ક્યારે આતંકવાદી જાહેર કરવો તેની જોગવાઈ કરવામાં આવી છે. તેના અંતરગ્ત જો કોઈ વ્યક્તિ આતંકવાદી ગતિવિધીઓને અંજામ આપે છે કે પછી તેમાં ભાગ લે છે તો તેને આતંકવાદી જાહેર કરવામાં આવશે. 

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, 'જે વ્યક્તિ આતંકવાદના પોષણમાં મદદ કરે છે, નાણા ઉપલબ્ધ કરાવે છે, આતંકવાદના સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે છે કે આતંકવાદની થિયરી યુવાનોના મગજમાં ઉતારવાનો પ્રયાસ કરે છે તેને આતંકવાદી જાહેર કરવો જોઈએ?' ગૃહમંત્રીએ કહ્યું કે, 'મારું માનવું છે કે, આતંકવાદ બંદૂકથી પેદા થતો નથી, પરંતુ પ્રચાર અને ઉન્માદથી પેદા થાય છે.'

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news