IPL ટાઇટલઃ નીતા અંબાણીએ મધર્સ ડે ગિફ્ટ માટે પુત્ર આકાશનો માન્યો આભાર

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મુંબઈએ ચેન્નઈને એક રનથી હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. નીતા અંબાણી આ જીત પર ખુબ ખુશ નજર આવી. 12 મેએ મધર્સ ડે હતો. પુત્ર આકાશ પણ પોતાની માતા સાથે મેદાનમાં હાજર હતો.
 

 IPL ટાઇટલઃ નીતા અંબાણીએ મધર્સ ડે ગિફ્ટ માટે પુત્ર આકાશનો માન્યો આભાર

હૈદરાબાદઃ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ આઈપીએલ-12ના ફાઇનલમાં મળેલી જીત બાદ પોતાના પુત્ર અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું મેનેજમેન્ટ કરનાર આકાશ અંબાણીને શાનદાર મધર્સ ડે ગિફ્ટ માટે આભાર માન્યો હતો. 

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મુંબઈએ ચેન્નઈને એક રનથી હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. નીતા અંબાણી આ જીત પર ખુબ ખુશ નજર આવી. 12 મેએ મધર્સ ડે હતો. પુત્ર આકાશ પણ પોતાની માતા સાથે મેદાનમાં હાજર હતો. આકાશને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે અને તે આ ટીમને રિલાયન્સ પરિવારનો ભાગ માને છે. 

આઈએએનએસને જાણવા મળ્યું છે કે, ટીમની ઉજવણી દરમિયાન ડ્રેસિંગ રૂમમાં નીતા અંબાણીએ પોતાના પુત્ર આકાશને આ શાનદાર ગિફ્ટ માટે શુભેચ્છા આપી અને મધર્સ ડે ગિફ્ટ માટે આભાર પણ માન્યો હતો. બે વર્ષ પહેલા નીતાએ આ ટીમની દેખરેખની જવાબદારી આકાશને સોંપી હતી. 

આકાશે પોતાની માતાની સાથે કોમેન્ટ્રેટર અને પૂર્વ ક્રિકેટક સંજય માંજરેકર સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, તેની સફળતાનું રાઝ તે છે કે પૂરો અંબાણી પરિવાર આ ટીમને રિલાયન્સ પરિવારનો ભાગ સમજે છે. 

— bishwa mohan mishra (@mohanbishwa) May 13, 2019

2010માં આ ટીમની દેખરેખની જવાબદારી સંભાળનારી નીતાએ તે વાતનું પૂરુ ધ્યાન રાખ્યું છે કે ટીમના દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને પરિવારનો ભાગ માનવામાં આવે અને તેની દરેક જરૂરીયાતનો ખ્યાલ રાખવામાં આવે. લીગની આ સિઝનમાં દિલ્હીના હાથે થયેલા પરાજય બાદ ટીમને નીતાએ પોતાના ઘરે બોલાવી હતી અને હારનો ગમ ભૂલીને નવી રીતે શરૂઆત કરવાનું કહ્યું હતું. 

મુંબઈને મળેલી જીત બાદ નીતા અંબાણી ઘણા ખુશ જોવા મળ્યા, પરંતુ મેચની અંતિમ ઓવરમાં તે મેચ જોતા ન હતા, પરંતુ સતત મંત્રજાપ કરી રહ્યાં હતા. આ દરમિયાન ટીવી પર તેમને સતત હાથ જોડીને મંત્ર જાપ કરતા જોવા મળ્યા હતા. જ્યારે મુંબઈની ટીમ જીતી તો નીતા અંબાણી ઉત્સાહિત થઈને ખેલાડીઓની પાસે પહોંચ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news