નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કર્યું

નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વકપ ક્વોલિફાયરમાં પોત-પોતાનો મુકાબલા જીતીને આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપ માટે ક્વોલિફાઇ કરી લીધુ છે.

નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કર્યું

નવી દિલ્હીઃ નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વકપ ક્વોલિફાયરમાં પોત-પોતાનો મુકાબલા જીતીને આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપ માટે ક્વોલિફાઇ કરી લીધુ છે. વિશ્વ કપ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાશે. પાપુઆ ન્યૂ ગિની અને આયર્લેન્ડની ટીમ પણ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઇ કરવામાં સફળ રહી છે. 

મંગળવારે રમાયેલી પહેલી મેચમાં નેધરલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા યૂએઈને આઠ વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. નેધરલેન્ડે આ જીત ફ્રેડ ક્લાસેન, પોલ વેન મીકરન, બ્રેન્ડન ગ્લોવર અને ટિમ વેન ડેર ગુટેનની શાનદાર બોલિંગની મદદથી જીતી હતી. 

આ ત્રીજીવખત છે જ્યારે નેધરલેન્ડ ટી20 વિશ્વ કપ  માટે ક્વોલિફાઇ કરવામાં સફળ રહ્યું છે. આ પહેલા તે 2014મા બાંગ્લાદેશ અને 2016મા ભારતમાં રમાયેલી વિશ્વ કપમાં ભાગ લઈ ચુક્યું છે. 

Namibia have become the 14th team to qualify for Australia 2020!

Congratulations guys 👏 pic.twitter.com/z23fnkTDAO

— T20 World Cup (@T20WorldCup) October 29, 2019

બીજી તરફ નામીબિયાએ ઓમાનને અન્ય એક મેચમાં 54 રનથી કારમો પરાજય આપ્યો હતો. 2003મા 50 ઓવર વિશ્વકપમાં સામેલ થયા બાદથી નામીબિયાનો આ પ્રથમ સીનિયર વિશ્વ કપ હશે. 

પાપુઆ ન્યૂ ગિની અને આયર્લેન્ડ પહેલાજ આગામી વર્ષે રમાનારા વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કરી ચુક્યા છે. વિશ્વ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news