નવદીપ સૈનીનું પર્દાપણ મેચમાં શાનદાર પ્રદર્શન, હાસિલ કર્યો આ ખાસ મુકામ

સૈની ભારત તરપથી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં પોતાની પ્રથમ ટી20 મેચની પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપનાર બીજો બોલર બની ગયો છે.
 

નવદીપ સૈનીનું પર્દાપણ મેચમાં શાનદાર પ્રદર્શન, હાસિલ કર્યો આ ખાસ મુકામ

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં ભારતીય કેપ્ટન તથા ટીમ મેનેજમેન્ટે ટીમના નવા ફાસ્ટ બોલર નવદીપ સૈની પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી હતી. આમ તો નવદીપે આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાને સાબિત કર્યો છે, પરંતુ હવે સમય હતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો. અહીં પણ નવદીપે પોતાની ટીમ અને કેપ્ટનને નિરાશ ન કર્યાં. તેણે ન માત્ર વિકેટ ઝડપી પરંતુ ટી20 ક્રિકેટમાં ભારત તરફથી એક મહત્વની સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. 

પ્રથમ ઓવરમાં નવદીપ ત્રાટક્યો 
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ નવદીપ સૈનીને પ્રથમ ઈનિંગની પાંચમી ઓવરમાં બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો. આ નવદીપની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ઓવર હતી. નવદીપે પોતાના પ્રથમ ત્રણ બોલ પર 0,6,0 રન આપ્યા, પરંતુ ચોથા બોલ પર નિકોલસ પૂરન (20)ને રિષભ પંતના હાથે કેચ કરાવી સફલતા મેળવી હતી. ત્યારબાદ પાંચમાં બોલ પર શિમરન હેટમાયરને શિકાર બનાવ્યો અને તેને બોલ્ડ કર્યો હતો. હેટમાયર શૂન્ય પર આઉટ થયો હતો. નવદીપે આ મેચમાં ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. તેનો ઇકોનોમી રેટ 4.25નો રહ્યો હતો. 

નવદીપે ટી20 હાસિલ કર્યો આ ખાસ મુકામ
નવદીપ સૈનીએ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ખાસ મુકામ હાસિલ કરી લીધો છે. તે ભારત તરપથી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં પોતાની પ્રથમ ટી20 મેચની પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપનાર બીજો બોલર બની ગયો છે. નવદીપ પહેલા આ કમાલ પ્રજ્ઞાન ઓઝાએ વર્ષ 2009મા ટ્રેમ્ટ બ્રિજમાં બાંગ્લાદેશ વિરુદ્ધ કરી હતી. હવે તેના દસ વર્ષ બાદ એકવાર ફરી નવદીપે આ કમાલનું પુનરાવર્તન કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news