IPL 2023: ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, આ ખેલાડીએ અચાનક IPL માંથી લીધી વિદાય

Indian Premier League: ઇન્ડીયન પ્રીમિયર લીગના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ લીગના એક દિગ્ગજ ખેલાડીએ અચાનક સંન્યાસની જાહેરાત કરી દીધી છે. 

IPL 2023: ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, આ ખેલાડીએ અચાનક IPL માંથી લીધી વિદાય

Kieron Pollard retires from IPL: ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ની તમામ ફ્રેંચાઇઝી આજે (15 નવેમ્બર) રિટેંશન અથવા રિલીઝ ખેલાડીની જાહેરાત કરશે. ફ્રેચાઇઝીઓની યાદી સામે આવે તે પહેલાં જ દિગ્ગજ ખેલાડીએ મોટી જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીએ અચાનક આઇપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ ખેલાડી બીજું કોઇ નહી પરંતુ આઇપીએલની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડીયન્સના મોટા મેચ વિનર્સમાંથી એક છે. 

આ ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ 
વર્ષ 2010 થી મુંબઇ ઇન્ડીયન્સ ટીમનો ભાગ રહેનાર કીરોન પોલાર્ડ (Kieron Pollard) એ આઇપીએલથી સંન્યાસ લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મુંબઇ ઇન્ડીયન્સ દિગ્ગજ ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડ (Kieron Pollard) ને રિલીઝ કરી શકે છે, પરંતુ તેમણે આ પહેલાં જ આ મોટો નિર્ણય લીધો છે. 

મુંબઇ ઇન્ડીયન્સ માટે લખી ખાસ પોસ્ટ
કીરોન પોલાર્ડ (Kieron Pollard) એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આઇપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી. તેમણે આ પોસ્ટમાં મુંબઇ ઇન્ડીયન માટે લખ્યું, 'આ નિર્ણય કરવો સરળ ન હતો કારણ કે મેં થોડા વર્ષો સુધી રમવા માંગુ છું, પરંતુ મુંબઇ ઇન્ડીયન્સ સાથે ચર્ચા બાદ મેં મારા આઇપીએલ કેરિયરને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. મુંબઇ ઇન્ડીયનને બદલાવની જરૂર છે. જો હું હવે મુંબઇ ઇન્ડીયન્સ માટે રમીશ નહી તો પછી હું પોતાને મુંબઇ વિરૂદ્ધ રમતા જોઇ શકીશ નહી. હું હંમેશા મુંબઇ ઇન્ડીયન્સનો રહીશ.'

— Kieron Pollard (@KieronPollard55) November 15, 2022

આઇપીએલ 2022 માં રહ્યા ફ્લોપ
વેસ્ટઇન્ડીઝના કીરોન પોલાર્ડ (Kieron Pollard) આઇપીએલ 2022 માં ખૂબ ફ્લોર રહ્યા હતા. આ સીઝનમાં મુંબઇ ઇન્ડીયન્સને 10 મેચોમાં હારનો સામનો પણ કરવો પડ્યો હતો. પોલાર્ડ બોલ અને બેટ વડે કમાલ કરી શક્યા નથી. કીરોન પોલાર્ટે આઇપીએલ 2022 ની 11 મેચોમાં 144 રન બનાવ્યા અને 4 વિકેટ પ્રાપ્ત કરી. પોલાર્ડના ખરાબ ફોર્મનું નુકસાન ટીમને હારીને ચૂકવવું પડ્યું. તેના લીધે કેપ્ટન રોહિત શર્માએ તેમને પ્લેઇંગ ઇલેવનમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.  

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news