વિધાનસભાની વાતઃ કાલાવડમાં કોણ કરશે કમાલ? પરિવર્તન થશે કે પુનરાવર્તન જાણો

કાલાવડ બેઠક પર પાટીદારો સહિત SC, ST મતદારોનું પ્રભુત્વ છે. કાલાવડ બેઠક પર માત્ર એક વખત વર્ષ 1981માં પેટા ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1985થી 2017 સુધી કાલાવડ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. પરંતુ 2017માં કોંગ્રેસે ભાજપનો આ ગઢ છીનવી લીધો. ત્યારે 2022માં ભાજપ ફરી પોતાનો ગઢ ફતેહ કરશે કે કોંગ્રેસ પોતાની જીતને આગળ વધારશે તે રસપ્રદ બન્યું છે.  જો કે ભાજપ કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે.

વિધાનસભાની વાતઃ કાલાવડમાં કોણ કરશે કમાલ? પરિવર્તન થશે કે પુનરાવર્તન જાણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતનો ઈતિહાસ રહ્યો છે કે ક્યારે ત્રીજો પક્ષ ફાવ્યો નથી. પરંતુ આ ઈતિહાસને બદલવા માટે આમ આદમી પાર્ટી મથામણ કરી રહી છે. ત્યારે ત્રિપાંખિયા જંગથી આ વખતે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના સમકરણો રસપ્રદ બની રહ્યા છે. ત્યારે જામનગરની કાલાવડ બેઠક પર કોનો દબદબો રહેશે તે મહત્વનું બન્યું છે. ત્યારે આવો જોઈએ કાલાવડ બેઠકના શું કહે છે સમીકરણો.

35 વર્ષે ભાજપનો ગઢ છીનવ્યો કોંગ્રેસે-
કાલાવડ બેઠક અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત છે. કાલાવડ વિધાનસભા બેઠક પર 1985થી 2012 સુધી ભાજપનું શાસન હતું. 1985થી કાલાવડ વિધાનસભા બેઠક પર 7 વખત એટલે કે 35 વર્ષથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. જો કે વર્ષ 2017ના પરિણામથી ભાજપના ગઢમાં કોંગ્રેસે બાજી મારી હતી. કાલાવડ વિધાનસભા બેઠક પર સતત 7 વખત ચૂંટાયા બાદ કોંગ્રેસ સામે ભાજપે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

2017માં કેવી હતી સ્થિતિ-
SC અનામત કાલાવાડ વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 33 હજાર 413 મતદારો છે. જેમાંથી  1 લાખ 20 હજાર 340 પુરુષ અને 1 લાખ 13 હજાર 071 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુલજી ખૈયાડા અહીંથી લડ્યા હતા. જેમની સામે કોંગ્રેસના કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મુસડીયાનો વિજય થયો હતો.જેમાં પ્રવીણ મુસડીયાને 59.48 ટકા મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 34.36 ટકા મત મળ્યા હતા. 

2022માં કેમ સ્થિતિ અલગ છે?
કાલાવડ બેઠક પર પાટીદારો સહિત SC, ST મતદારોનું પ્રભુત્વ છે. કાલાવડ બેઠક પર માત્ર એક વખત વર્ષ 1981માં પેટા ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1985થી 2017 સુધી કાલાવડ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. પરંતુ 2017માં કોંગ્રેસે ભાજપનો આ ગઢ છીનવી લીધો. ત્યારે 2022માં ભાજપ ફરી પોતાનો ગઢ ફતેહ કરશે કે કોંગ્રેસ પોતાની જીતને આગળ વધારશે તે રસપ્રદ બન્યું છે.  જો કે ભાજપ કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે.

કાલાવડ બેઠકનો ઈતિહાસ-
વર્ષ 1962માં  કોંગ્રેસના ઉમેદવાર ભાણજી ધુધાગરાનો વિજય થયો હતો. જ્યારે 1967માં કોંગ્રેસના બી.બી. પટેલ, વર્ષ 1972માં કોંગ્રેસના ભીમજી પટેલનો વિજય થયો હતો. પરંતુ વર્ષ 1975 અને 1980માં અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી. 1981ની પેટા ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવાર ટી. કે. કારાભાઈ જીત્યા હતા. તો વર્ષ 1985થી વર્ષ 2012 એટલે કે 35 વર્ષ સુધી આ બેઠક ભાજપ પાસે હતી. અને વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ મુસાડીયાનો વિજય થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news