World Cup 2019: બેટિંગ દરમિયાન ધોનીએ બાંગ્લાદેશની ફીલ્ડિંગ કરી સેટ, વાયરલ થયો video

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચુકેલો ધોની હંમેશા ટીમ ઈન્ડિયા માટે ફીલ્ડ સેટ કરતો જોવા મળી છે, પરંતુ આ પ્રથમ ઘટના હતી, જ્યારે ધોની વિરોધી ટીમની ફીલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો.
 

World Cup 2019: બેટિંગ દરમિયાન ધોનીએ બાંગ્લાદેશની ફીલ્ડિંગ કરી સેટ, વાયરલ થયો video

કાર્ડિફઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર એમએસ ધોની બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ બાદ સતત ચર્ચામાં છે. ધોનીએ 78 બોલ પર 113 રન બનાવ્યા, છગ્ગાની સાથે પોતાની સદી પૂરી કરી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 350ને પાર પહોંચાડ્યો હતો. આ સિવાય ધોનીએ બેટિંગ દરમિયાન એક એવું કામ કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થઈ રહ્યો છે. ધોની જ્યારે બેટિંગ કરી રહ્યો હતો, તો એક બોલ પર ઉભા રહીને તેણે બાંગ્લાદેશની ફીલ્ડિંગ પણ સેટ કરી હતી. 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચુકેલો ધોની હંમેશા ટીમ ઈન્ડિયા માટે ફીલ્ડ સેટ કરતો જોવા મળી છે, પરંતુ આ પ્રથમ ઘટના હતી, જ્યારે ધોની વિરોધી ટીમની ફીલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો. શબ્બીર રહમાન બોલિંગ કરવા જઈ રહ્યો હતો, ત્યારે ધોની સ્ટમ્પ છોડીને અલગ થયો. શબ્બીરે જ્યારે પૂછ્યું કે શું થયું તો ધોની ફીલ્ડ પર ઉભેલા ફીલ્ડરને યોગ્ય જગ્યા દેખાડવા લાગ્યો. તેના પર શબ્બીર હસી પડ્યો અને કોમેન્ટ્રેટરો પણ. 

A post shared by RJ (@ranajoywrites) on

ધોનીને વિશ્વ ક્રિકેટમાં ઘણું માન આપવામાં આવે છે. તમામ દિગ્ગજ ક્રિકેટરો બોલી ચુક્યા છે કે ધોની જેવું ક્રિકેટિંગ બ્રેન કોઈની પાસે નથી. વિરાટ કોહલી પણ મેચ દરમિયાન ધોનીની સલાહ લેતો હોય છે. ભારતે આ મેચમાં 50 ઓવરમાં સાત વિકેટ પર 359 રન બનાવ્યા, જવાબમાં બાંગ્લાદેશની ટીમ 49.3 ઓવરમાં 264 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ પ્રેક્ટિસ મેચ 95 રનથી પોતાના નામે કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news