બિલિયર્ડ્સ બાદ હવે પોતાની બાળપણની પ્રિય રમત રમતો જોવા મળ્યો ધોની

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આઈસીસી વર્લ્ડ કપ બાદથી ભલે ક્રિકેટથી દૂર જોવા જોવા મળી રહ્યો છે. પરંતુ તેઓ હાલમાં જ પોતાના શહેર રાંચીમાં બિલિયર્ડ્સ રમતા જોવા મળ્યો હતો.

બિલિયર્ડ્સ બાદ હવે પોતાની બાળપણની પ્રિય રમત રમતો જોવા મળ્યો ધોની

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આઈસીસી વર્લ્ડ કપ બાદથી ભલે ક્રિકેટથી દૂર જોવા જોવા મળી રહ્યો છે. પરંતુ તેઓ હાલમાં જ પોતાના શહેર રાંચીમાં બિલિયર્ડ્સ રમતા જોવા મળ્યો હતો. અને હવે ધોની ફરીથી એકવાર ક્રિકેટ સિવાય અન્ય રમત રમતા જોવા મળ્યો. પરંતુ આ વખતે ધોનીએ પોતાની બાળપણની પ્રિય રમત ફૂટબોલની પસંદગી કરી. ધોનીએ મુંબઈમાં એક ચેરિટી ફૂટબોલ મેચ રમી. ધોનીની સાથે તે મેચમાં ટેનિસ સ્ટાર લેન્ડર પેસ પણ રમતા જોવા મળ્યો. 

ધોનીને રમતોમાં મેનેજ કરનારી કંપની રિથિ સ્પોર્ટ્સે પોતાના ફેસબુક પર ધોનીની ફૂટબોલ રમતી એક તસવીર શેર કરી. ધોની અને પેસ ઉપરાંત અન્ય કેટલાક ક્રિકેટર્સ પણ આ મેચમાં જોવા મળ્યાં હતાં. કંપનીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે કેપ્ટન કૂલ: એમએસ ધોની ભારતીય ટેનિસ ખેલાડી લેન્ડર પેસ સાથે મુંબઈની ચેરિટી ફૂટબોલ મેચમાં. 

ત્રણ સીરિઝથી ધોની પોતે થયો દૂર
ધોનીએ વર્લ્ડ કપ પૂરો થયા બાદ પહેલા પોતાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી અલગ કર્યો અને ત્યારબાદ સેનામાં 15 દિવસની ટ્રેનિંગ કરવા જતો રહ્યો હતાં. સેનાએ ધોનીની તૈનાતી કાશ્મીરમાં કરી હતી જ્યાં ધોનીએ પેટ્રોલિંગ કર્યું હતું. ત્યારબાદ ધોનીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ પણ છોડી અને હવે તે વિજય હજારે ટ્રોફી અને બાંગ્લાદેશના ભારત પ્રવાસની ટી 20 સિરીઝમાં પણ જોવા મળશે નહીં. હાલમાં જ ધોની પોતાના ઘરેલુ શહેર રાંચીમાં બિલિયર્ડ્સ રમતા જોવા મળ્યો હતો. 

જુઓ LIVE TV

ડિસેમ્બરમાં ક્રિકેટ રમતા જોવા મળશે
ધોની હવે ટીમ ઈન્ડિયા માટે ડિસેમ્બરમાં રમતા જોવા મળશે. ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ છે. અહીં તેઓ ત્રણ ટી20  અને 3 વનડે મેચ રમશે. આ પ્રવાસ 6 ડિસેમ્બરથી શરૂ થશે. ગત મહિને થયેલા એક સર્વે મુજબ ધોની ભારતમાં પીએમ મોદી બાદ સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news