MS Dhoni: હવે રાજકોટમાં ચાલશે ધોનીની પાઠશાળા! જાણો ધોની પાસે ક્રિકેટ કોચિંગ લેવા શું કરવું...

MS Dhoni Cricket Academy:આ એકેડમી સાથે રાજકોટ ગુજરાતનું બીજુ શહેર બની ગયું છે જ્યાં મહેંદ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી છે. મહેંદ્ર સિંહ ધોનીએ આ પહેલા ક્રિકેટ એકેડમી અમદાવાદમાં 2021માં શરુ કરી હતી. ત્યારે તેણે શ્રી એન્ટરપ્રાઈઝ સાથે કોલેબ્રેશન કર્યું હતું. શ્રી એન્ટરપ્રાઈઝ પાસે ધોની ક્રિકેટ એકેડમીની ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ છે.

MS Dhoni: હવે રાજકોટમાં ચાલશે ધોનીની પાઠશાળા! જાણો ધોની પાસે ક્રિકેટ કોચિંગ લેવા શું કરવું...

MS Dhoni: ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ઓલટાઈમ ગ્રેટ ક્રિકેટર્સની યાદીમાં ગણાવામાં આવે છે. કારણકે, ક્રિકેટના દરેક મોટા ખિતાબ તેમની કપ્તાનીમાં ભારતને મળ્યાં છે. ધોનીએ ટી20, 50 ઓવર ક્રિકેટના બે વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી છે. આમ એક પ્રકારે ધોનીએ ભારતને ત્રણ-ત્રણ વર્લ્ડ કપ જીતાડ્યાં છે. ત્યારે હવે ધોની પાસે ક્રિકેટનું કોચિંગ મળતું હોય તો આવો મોકો કોણ છોડે....રાજકોટવાસીઓને આ મોકો મળ્યો છે....

મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમીના સીઈઓ સોહેલ રઉફે કહ્યું, સૌરાષ્ટ્ર રણજી ટીમ ઘણા વર્ષોથી સારુ પ્રદર્શન કરી રહી છે અને તેમણે આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારી એકેડમી કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન આપશે. ધોનીએ ગુજરાતમાં પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરુ કરી. મહેંદ્ર સિંહ ધોનીએ આ પહેલા ક્રિકેટ એકેડમી અમદાવાદમાં શરુ કરી હતી. રાજકોટ શહેરની ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ સાથે કોલેબ્રેશન કર્યું.

પૂર્વ ભારતીય કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ ગુજરાતમાં પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરુ કરી છે. તેણે આ એકેડમી રાજકોટમાં શરુ કરી છે. આ એકેડમી માટે તેણે રાજકોટ શહેરની ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ સાથે કોલેબ્રેશન કર્યું છે. ગુરુવારે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ધોનીના સ્પોર્ટ્સ ટીચર અને બાળપણના કોચ કેશવ રંજન બેનર્જીએ કહ્યું, તેમનો ઉદેશ્ય પ્રતિભાશાળી બાળકોને ઉત્તમ કોચિંગ અને સલાહ આપવાનું છે. 

આ એકેડમી સાથે રાજકોટ ગુજરાતનું બીજુ શહેર બની ગયું છે જ્યાં મહેંદ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી છે. મહેંદ્ર સિંહ ધોનીએ આ પહેલા ક્રિકેટ એકેડમી અમદાવાદમાં 2021માં શરુ કરી હતી. ત્યારે તેણે શ્રી એન્ટરપ્રાઈઝ સાથે કોલેબ્રેશન કર્યું હતું. શ્રી એન્ટરપ્રાઈઝ પાસે ધોની ક્રિકેટ એકેડમીની ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ છે. મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમી મહેસાણાના વિસનગરમાં સાંકલચંદ પટેલ વિશ્વવિદ્યાલમાં એક નાનુ કોચિંગ પણ ચલાવે છે. આ જાણકારી એક મીડિયા અહેવાલમાં આપવામાં આવી છે.

અહીંના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે-
મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમીના સીઈઓ સોહેલ રઉફે કહ્યું, સૌરાષ્ટ્ર રણજી ટીમ ઘણા વર્ષોથી સારુ પ્રદર્શન કરી રહી છે અને તેમણે આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારી એકેડમી કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન આપશે. અમે ઈચ્છીએ છીએ કે અમારી એકેડમીના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે. 

દિલ્હીના પૂર્વ રણજી ખેલાડી સોહેલ રઉફે આગળ કહ્યું, તેનું (ધોની) વિઝન બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઉપકરણ, કોચ અને યુવા પ્રતિભાઓને અનુભવ પ્રદાન કરવાનું છે. એક ક્રિકેટર હોવાના નાતે છેલ્લા 25-30 વર્ષોમાં   મે આ સંઘર્ષનો અનુભવ કર્યો છે જેમાંથી એક ક્રેકિટરે પસાર થવું પડે છે અને અમારો પ્રયાસ છે કે અમે વર્તમાન પેઢીને શું સારુ આપી શકીએ. ઉલ્લેખનીય છે કે મહેંદ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી ગુજરાત સિવાય ભારતના ઘણા શહોરમાં છે. જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્નાટક,   દિલ્હી અને રાજસ્થાન સામેલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news