થોડું દુઃખશે પણ આ ઉપાય કરી જુઓ! દાંત પીળા થયા હોય કે દુ:ખતા હોય તો છે રામબાણ ઈલાજ

ઘણાં લોકોને દાંતની તકલીફ હોય છે. દાંતમાં સડો થઈ ગયો હોય, દાંતમાં દુઃખાવો થતો હોય કે પછી દાંતમાંથી લોહી નીકળતું હોય તો તેને અવગણવું નહીં. દાંતમાં ગમે તેવો સડો થયો હોય અપનાવો આ સરળ ઉપાય, જડમૂળથી દૂર થશે તકલીફ.  

થોડું દુઃખશે પણ આ ઉપાય કરી જુઓ! દાંત પીળા થયા હોય કે દુ:ખતા હોય તો છે રામબાણ ઈલાજ

દાંતમાં સડો પડવોના કારણે અસહ્ય દુ:ખાવો થતો હોય છે. દાંતોની યોગ્ય સફાઈ ન થવી અને ઈન્ફેકશનના કારણે આ સમસ્યા થતી હોય છે, જેનાથી દાંત કમજોર થઈ જાય છે. દાંતોમાં દુ:ખાવો થવાથી લોકો દુ:ખાવાની સમસ્યા દૂર કરવા દવા લેતા હોય છે. જો તમને સતત દાંતનો દુ:ખાવો થતો હોય તો આ ઘરેલુ ઉપાયો અપનાવો જેનાથી દાંતોમાં દુ:ખાવાથી રાહત મળશે. સરસિયાનું તેલનો વધારે ઉપયોગ ઘરોમાં ખાવાનું બનાવવા માટે થાય છે. તમે દાંતની સમસ્યા દૂર કરવા માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો. સરસોના તેલને દાંત પર ઘસો, આ તેલમાં મીઠું પણ ઉમેરી શકો છો. આ તેલથી દાંતો પીળા થવા અને દુ:ખાવાની સમસ્યાથી મુક્તિ મળશે.

1. ડુંગળી-
ડુંગળીનું સેવન કરવાથી દાંતમાં રાહત મળશે. ડુંગળીમાં એન્ટી સેપ્ટિક, એન્ટી એલર્જેટિક, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી કાર્સિનોજેનિકના ગુણ હોય છે. ડુંગળીમાં મોંઢામાં થનારા બેક્ટેરિયાને ખત્મ કરે છે. આ ઉપાયથી દર્દમાં રાહત મળે છે.

2. સરસિયાનું તેલ-
સરસિયાનું તેલનો વધારે ઉપયોગ ઘરોમાં ખાવાનું બનાવવા માટે થાય છે. તમે દાંતની સમસ્યા દૂર કરવા માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો. સરસોના તેલને દાંત પર ઘસો, આ તેલમાં મીઠું પણ ઉમેરી શકો છો. આ તેલથી દાંતો પીળા થવા અને દુ:ખાવાની સમસ્યાથી મુક્તિ મળશે.

3. હિંગ-
હિંગના સેવનથી પણ દાંતોની સમસ્યાથી રાહત મળી છે. ચપટી હિંગને મૌસંબીના રસમાં ઉમેરો અને રૂની મદદથી તેને દાંત પર લગાડો. આ ઉપાયથી દાંતની સમસ્યાથી રાહત મળશે.

4. લીંબુ-
લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામીન સીની માત્રા હોય છે. લીંબુના સેવનથી પણ દાંતની સમસ્યામાં સારી એવી રાહત મળે છે. દાંતોમાં જે ભાગમાં દુ:ખાવો થાય ત્યા લીંબુનો ટુકડો કાપીને મૂકી દેવામાં આવે તો આરામ મળે છે.

DISCLAIMER:
(અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓના આધારે છે, આ ઉપાયો અજમાવતા પહેલા ડોકટરની સલાહ લેવી જરૂર છે. ZEE 24 કલાક આની પૃષ્ટિ નથી કરતું)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news