ICC Rankings: શમી બોલરોના રેન્કિંગમાં ટોપ-10મા પહોંચ્યો, મયંકને પણ થયો મોટો ફાયદો

ભારતે બાંગ્લાદેશને ઈન્દોરમાં રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં ઈનિંગ અને 130 રનથી પરાજય આપ્યો હતો. આ જીતમાં મહત્વનું યોગદાન આપનાર ઓપનર મયંક અગ્રવાલ અને મોહમ્મદ શમીએ કરિયરની બેસ્ટ રેન્કિંગ હાસિલ કરી છે. 
 

ICC Rankings: શમી બોલરોના રેન્કિંગમાં ટોપ-10મા પહોંચ્યો, મયંકને પણ થયો મોટો ફાયદો

દુબઈઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) અને ઓપનર મયંક અગ્રવાલને  (Mayank Agrawal) બાંગ્લાદેશ (IND vs BAN) વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. આઈસીસી (ICC Rankings) દ્વારા જાહેર કરાયેલા તાજા રેન્કિંગમાં બંન્ને ભારતીય ખેલાડીને ફાયદો થયો છે. બેવડી સદી ફટકારનાર મયંક બેટિંગ રેન્કિંગમાં 11મા જ્યારે શમી બોલરોના રેન્કિંગમાં સાતમાં સ્થાને પહોંચી ગયો છે. 

ભારતે બાંગ્લાદેશને ઈન્દોરમાં રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં ઈનિંગ અને 130 રનથી પરાજય આપ્યો હતો. આ જીતમાં મહત્વનું યોગદાન આપનાર ઓપનર મયંક અગ્રવાલ અને મોહમ્મદ શમીએ કરિયરની બેસ્ટ રેન્કિંગ હાસિલ કરી છે. 

શમીએ આ મેચની પ્રથમ ઈનિંગમાં ત્રણ અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. આ મેચમાં શમીને કુલ 7 સફળતા મળી હતી. આ પ્રદર્શનના દમ પર તેણે ટેસ્ટ બોલર રેન્કિંગમાં 8 સ્થાનની છલાંગ લગાવી છે. તે 790 પોઈન્ટ સાથે સાતમાં સ્થાને પહોંચી ગયો છે. તે કપિલ દેવ (877), જસપ્રીત બુમરાહ (832) બાદ કોઈપણ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા હાસિલ કરવામાં આવેલ ત્રીજા બેસ્ટ રેટિંગ પોઈન્ટ છે. 

ઈન્દોર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શાનદાર 243 રનની ઈનિંગ રમનાર મયંક અગ્રવાલ 11મા સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ આઠ ટેસ્ટ મેચ રમ્યા બાગ 858 રન બનાવનાર મયંકે કુલ 691 પોઈન્ટ હાસિલ કર્યાં છે. 

બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર રવીન્દ્ર જાડેજાને પણ ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં તે બીજા સ્થાને પહોંચી ગયો જ્યારે બેટિંગ રેન્કિંગમાં તે 35મા સ્થાને છે. અશ્વિને સુધાર કરતા ઓલરાઉન્ડરના રેન્કિગંમાં ચોથું સ્થાન મેળવ્યું છે. જાડેજાના 417 જ્યારે અશ્વિનના 318 પોઈન્ટ છે. 

આઈસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગ

સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) 937 પોઇન્ટ

વિરાટ કોહલી (ભારત) 912 પોઇન્ટ

કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) 878 પોઇન્ટ

ચેતેશ્વર પુજારા (ભારત) 790 પોઇન્ટ

અજિંક્ય રહાણે (ભારત) 759 પોઇન્ટ

આઈસીસી ટેસ્ટ બોલર રેન્કિંગ

પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) 908 પોઇન્ટ

કગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા) 839 પોઇન્ટ

જેસન હોલ્ડર (વેસ્ટ ઇન્ડીઝ) 814 પોઇન્ટ

જસપ્રીત બુમરાહ (ભારત) 802 પોઈન્ટ

જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ) 798 પોઇન્ટ

9 મો ક્રમ મોહમ્મદ શમી (ભારત)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news