અયોધ્યા: બીજે જગ્યા નથી મંજૂર, મુસ્લિમ લો બોર્ડ ચુકાદા અંગે પુર્નવિચાર અરજી દાખલ કરશે

સુપ્રીમ કોર્ટે (Supreme Court) અયોધ્યા મામલે (Ayodhya) ચુકાદો આપ્યા બાદ આજે લખનઉની મુમતાઝ કોલેજમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) કાર્ય સમિતિની બેઠક પૂરી થઈ ગઈ છે.

અયોધ્યા: બીજે જગ્યા નથી મંજૂર, મુસ્લિમ લો બોર્ડ ચુકાદા અંગે પુર્નવિચાર અરજી દાખલ કરશે

લખનઉ: સુપ્રીમ કોર્ટે (Supreme Court) અયોધ્યા મામલે (Ayodhya) ચુકાદો આપ્યા બાદ આજે લખનઉની મુમતાઝ કોલેજમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) કાર્ય સમિતિની બેઠક પૂરી થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો અયોધ્યા મામલે AIMPLBની બેઠકમાં વર્કિંગ કમિટીના મોટાભાગના સભ્યો રિવ્યુ પીટિશન ફાઈલ કરવાના પક્ષમાં છે. ઝફરયાબ જીલાની અને ઓવૈસીએ રિવ્યુ ફાઈલ કરવાની સાથે જ 5 એકર જમીનનો પ્રસ્તાવ પણ ફગાવવાની વાત બેઠકમાં કરી છે. સૂત્રોનું કહેવું છે કે બોર્ડના સભ્યોએ  પહેલા રિવ્યુ માટે મૂક કરવા કાયદાકીય પ્રક્રિયાની દિશામાં આગળ વધવાની વાત કરી છે. સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન તરફથી રિવ્યુ માટે ના પાડવાની સ્થિતિમાં સુન્ની વક્ફ બોર્ડના બાકીના મેમ્બર્સ સાથે વાત કરવાની અને સાથે લેવાની કોશિશ કરાશે. 

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બેઠકમાં કહેવાયું કે સુન્ની વક્ફ બોર્ડ અને ઈકબાલ અન્સારીને છોડીને બાકીના બાબરી પક્ષકાર રિવ્યુના સમર્થનમાં છે. AIMPLBના જનરલ સેક્રેટરીની શનિવારના રોજ પક્ષકારો સાથે થયેલી વાતચીત અંગે વર્કિંગ કમિટીને જાણકારી આપી. કહેવાય છે કે આજે અંતિમ સહમતી બન્યા બાદ બે અઠવાડિયાની અંદર રિવ્યુ પીટિશન ફાઈલ થઈ શકે છે. 

આ અગાઉ અયોધ્યા ચુકાદા પર પુર્નવિચાર અરજીને  લઈને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)માં ઊંડા મતભેદ ઊભરીને સામે આવ્યાં હતાં. લખનઉના નદવા કોલેજમાં પહેલેથી પ્રસ્તાવિત બેઠકમાં બોર્ડના બધા સભ્યો પહોંચ્યા નહતાં. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે બેઠકનું સ્થાન બદલી નાખવામાં આવ્યું હતું. AIMPLBની બેઠક શહેરની મુમતાઝ પીજી કોલેજમાં રાખવામાં આવી હતી. 

હકીકતમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને લખનઉમાં એક મહત્વની બેઠક રાખી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને બોર્ડની આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. બોર્ડના સભ્યો કોર્ટના ચુકાદાને લઈને પુર્નવિચાર અરજી અને મસ્જિદ માટે અયોધ્યામાં 5 એકર જમીન લેવી કે નહીં તેના ઉપર નિર્ણય લેશે. 

જુઓ LIVE TV

મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં હૈદરાબાદ સાંસદ અને એઆઈએમઆઈએમ પ્રમુખના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, મધ્ય પ્રદેશના કોંગ્રેસ વિધાયક આરિફ મસૂદ, આરિફ અકીલ, એઆઈએમપીએલબી બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના જલાલુદ્દીન ઉમરી, સદસ્ય આસમાં ઝહરા, ઉમરૈન મહેફૂઝ, મહાસચિવ વલી રહેમાનીસ રાવે હસન સહિત અનેક મોટા મુસ્લિમ ધર્મગુરુ અને નેતાઓ હાજર હતાં. જો કે સુન્ની વક્ફ બોર્ડના કોઈ પણ પ્રતિનિધિ બેઠકમાં હાજર નહતાં. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના રોજ અયોધ્યા વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો છે. 

મુસ્લિમ પક્ષકારો હાલમાં આવેલા અયોધ્યાના ચુકાદાની વિરુદ્ધમાં અપીલ દાખલ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા કહે છે કે મુસલમાનોએ બાબરી મસ્જિદના બદલે કોઈ જમીન લેવી જોઈએન હીં. આ બાજુ બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ એઆઈએમપીએલબીની આ બેઠકનો વિરોધ કર્યો હતો. અન્સારીનું કહેવું છે કે કેટલાક લોકો દેશમાં અશાંતિ ફેલાવવા માંગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news