Viral Video: ટી-20 વિશ્વ કપ પહેલા મોહમ્મદ શમીનો એક વીડિયો થયો વાયરલ, જોઈને આંખો ભીની થશે

Mohammad Shami Ka Video: દુશ્મનોના ભૂક્કા બોલાવતો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ ટી20 વિશ્વ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. પણ તે પહેલા શમીનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને ચાહકોની આંખોમાં પાણી આવી જશે. ખાસ જુઓ વીડિયો....

Viral Video: ટી-20 વિશ્વ કપ પહેલા મોહમ્મદ શમીનો એક વીડિયો થયો વાયરલ, જોઈને આંખો ભીની થશે

Mohammad Shami Ka Video: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. બુમરાહ ઈજાગ્રસ્ત થવાના કારણે અનુભવી ફાસ્ટ બોલર તરીકે રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરાયો છે. ક્રિકેટરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેના મનની વાત જણાવતો જોવા મળે છે. અત્રે જણાવવાનું કે મોહમ્મદ શમી, વર્ષ 2014 બાદથી જ તેમની પત્ની હસીન જહાંનો મામલો પણ ચર્ચામાં રહ્યો હતો. 

શમીનું દર્દ છલકાયું
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમરોહા જનપદના ગામ સહસપુર અલીનગરના રહીશ ક્રિકેટર શમીનો પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે. શમીની પત્ની હસીન જહાંએ ક્રિકેટર પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. જેમાં ઘરેલું હિંસાથી લઈને અન્ય મહિલાઓ સાથે સંબંધ ઉપરાંત મેચ ફિક્સિંગ પણ સામેલ હતું. પરંતુ BCCI તપાસમાં તે નિર્દોષ ઠર્યો. 

અહીં જુઓ વીડિયો...

— Nitesh Srivastava (@nitesh_sriv) October 14, 2022

મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. બંને એકબીજાનું નામ લીધા વગર ઈમોશનલ વાતો કરતા જોવા મળે છે. તાજેતરમાં શમીની પત્નીનો 'પ્યાર-વ્યાર નહીં હોતા મુજસે' નો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરાયો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શમી અને હસીન જહાંની એક ક્યૂટ છોકરી પણ છે. જેને સોશિયલ મીડિયાની લાઈમ લાઈટથી દૂર રાખવામાં આવે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news