ડ્રગ્સ પેડલરોએ શરૂ કરી થર્ટી ફર્સ્ટની તૈયારી? 3.50 કરોડનો વટવા પોલીસે હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડયો!
ડ્રગ્સ પેડલરોએ 31મી ડીસમ્બરની તૈયારી શરૂ કરી હોય તેવો ઘાટ સર્જાયો છે. વટવા પોલીસે 3.50 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડયો છે. અમદાવાદની વટવા પોલીસ 31મીને ધ્યાનમાં રાખીને વટવા વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રહી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ હાઇબ્રીડ ગાંજો ઘુસાડવા નું ષડ્યંત્ર વટવા પોલીસે ઝડપી પાડ્યું છે. અમદાવાદની વટવા પોલીસે સાડા ત્રણ કરોડના 12 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે એક આરોપી ની ધરપકડ કરી છે.
અમદાવાદની વટવા પોલીસ 31મીને ધ્યાનમાં રાખીને વટવા વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રહી હતી, ત્યારે એક ખાનગી બસને ચેકીંગ માટે ઊભી રાખીને તપાસવામાં આવી હતી ત્યારે યોગેશભાઈ રતિલાલ દસાડિયા નામના મુસાફર અને તેના બેગ ને તપાસવામાં આવ્યો ત્યારે તેમાંથી 12 કિલો ગાંજાના અલગ અલગ પેકેટ મળી આવ્યા હતા. વટવા પોલીસ દ્વારા યોગેશભાઈ રતિલાલ દસાડિયા ની ગાંજાને પેકેટ બાબતે પૂછપરછ કરતા જણાવ્યું હતું પોતે થાઇલેન્ડથી લઈને આવ્યો હતો.
વટવા પોલીસના હાથે પકડાયેલ આરોપી યોગેશભાઈ રતિલાલ દસાડિયા સઘન પૂછપરછ કરતા પકડાયેલ આરોપી અગાઉ સિરામિક માં કામ કરતો હોય, તેની સાથે પુના મહારાષ્ટ્રની નિધિ નામની મહિલા કામ કરતી હતી, જેથી તેની સાથે સંપર્કમાં આવ્યો હતો. આ નિધિ દ્વારા તેને જણાવવામાં આવ્યું હતું કે રૂપિયાની જરૂર હોય તો, વિદેશમાંથી પાર્સલ લાવી આપશો તો રૂ 70,000/- એક ટ્રિપ ના મળશે.
નિધિના કહેવાથી સાયલી નામની મહિલાઓ સંપર્ક કરી, નાસિકના પ્રીતમ નામના વ્યક્તિ સાથે તે બેંગકોક ગયેલ હતો અને ત્યાંથી સાયલી નામની મહિલા દ્વારા હોટલના કાઉન્ટર ઉપરથી પાર્સલ આપવામાં આવ્યું હતું થાઇલેન્ડ થી મુંબઈ ઉતરી, નિધિ નો સંપર્ક કરતા, અત્યારે પાર્સલ ગુજરાત લઈ જવા કહ્યું હતું. જેથી મુંબઈ થી ટ્રાવેલ્સ ની બસમાં અમદાવાદ આવી, રોપડા ચેક પોષ્ટ નજીક ઉતર્યો અને અન્ય વાહનમાં મોરબી જવાનું હતું ત્યારે જ વટવા પોલીસ ના હાથે પકડાય ગયો હતો.
વટવા પોલીસે આરોપી યોગેશભાઈ રતિલાલ દસાડિયા પાસે થી 12 કિલો હાઇબ્રિડ ગાંજો, આધાર કાર્ડ, થાઈ એરલાઇન્સ ફ્લાઇટ બેંગકોક થી મુંબઈની ટિકિટ, ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વિવો કંપનીનો મોબાઇલ ફોન, બે ટ્રાવેલિંગ બેગ, સહિત કુલ કિંમત રૂ. 3,60,12,900/- નો મુદામાલ કબજે કરી ને વધુ તપાસ હાથ ધરી છે સાથે જ નિધિ અને સાયલી નામની મહિલાઓની શોધખોળ શરૂ કરી છે સાથે પકડાયેલ આરોપીને લઈને વટવા પોલીસે એ તપાસ શરૂ કરી છે કે આ આરોપીએ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં વિદેશમાં જઈને ગાંજો લાવેલ છે કે કેમ...? બીજા કોઈ ગુન્હા સંડોવાયેલ છે કે કોઈ ગુન્હામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ..? પકડાયેલ હાઈબ્રિડ ગાંજો ક્યાંથી લાવેલા અને કોને ડિલિવરી કરવાનો હતો? ભૂતકાળમાં આરોપીઓ કેટલી વાર કેટલો જથ્થો લાવેલ છે..?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે