ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્લીન સ્વીપના ઈરાદાથી ઉતરશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
ત્રીજી વનડે માટે ભારત પોતાના વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ સિરીઝના પહેલા પોતાની નામે કરીને આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરૂવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રીજી અને અંતિમ વનડેમાં જીતની સાથે યજમાન ટીમના સૂપડા સાફ કરવાના ઉરાદાથી ઉતરશે. મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 66 રનથી હરાવ્યા બાદ બીજી મેચમાં સાત વિકેટથી પરાજય આપતા સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
સૌથી મહત્વની વાત છે કે આઈસીસી મહિલા ચેમ્પિયનશિપમાં ચાર મહત્વના અંક મેળવી લીધા છે જેનાથી 2021 વિશ્વકપમાં સીધુ ક્વોલિફાઇ કરવાની તેની આશાને ફાયદો મળી શકે છે. ભારતની પાસે વધુ બે પોઈન્ટ મેળવવાની તક છે. ત્રીજી વનડે માટે ભારત પોતાની વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરશે નહીં.
ઓપનિંગ બેટ્સમેન અને આઈસીસીની વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડી સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં છે. બીજી મેચમાં તેની 63 રનની મદદથી ભારતે સિરીઝમાં વિજયી લીડ મેળવી હતી. વનડે ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનારી અનુભવી મિતાલી રાજે છેલ્લા બે મેચોમાં 44 અને 47 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે