Happy Birthday PT Usha: દેશભરની મહિલાઓનું મનોબળ વધારનાર રફતારની રાણી પીટી ઉષાની કહાની

Happy Birthday PT Usha: દેશભરની મહિલાઓનું મનોબળ વધારનાર રફતારની રાણી પીટી ઉષાની કહાની

નવી દિલ્લીઃ ભારતના ટ્રેક એન્ડ ફીલ્ડના ઈતિહાસમાં મહિલા વર્ગમાં પીટી ઉષાનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેવામાં આવે છે. તેમની તેજ રફ્તારના કારણે તેમને ‘પય્યોલી એક્સપ્રેસ’ પણ કહેવામાં આવે છે. 80 અને 90નાં દાયકામાં પોતાના શાનદાર ખેલથી આખા દેશનું નામ રોશન કર્યુ હતુ. કેરળના કોઝિકોડીમાં આવેલા પય્યોલી ગામમાં 27 જૂન 1964નાં રોજ તેમનો જન્મ થયો. પરિવારની ગરીબીના કારણે એથ્લીટ બનવા માટે પીટી ઉષાને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. પરંતુ તમામ મુશ્કેલીઓને પાર કરીને તેઓ એક મહાન એથ્લીટ બન્યા અને દેશનું નામ રોશન કર્યુ.

લાંબા સમયથી બાયોપિક બનવાની ચર્ચા:
બોલીવુડમાં બાયોપિક બનાવવાનો રિવાજ ખૂબ જ જૂનો છે. છેલ્લા થોડા વર્ષોમાં અનેક ખેલાડીઓની બાયોપિક બની ચૂકી છે. આ લિસ્ટમાં પીટી ઉષાના નામની પણ ઘોષણા કરવામાં આવી. આ મહાન એથ્લીટ પર ફિલ્મ બનાવવાની વાત 2017માં સાંભળવા મળી હતી. પરંતુ કોઈને કોઈ કારણોસર આ ફિલ્મનું શૂટિંગ ટાળી દેવામાં આવ્યું.

વર્ષ 2020માં ફરી આશા જાગી હતી:
બાયોપિકની જાહેરાત થયાના 3 વર્ષ બાદ ફિલ્મ વિશે કોઈ મોટી માહિતી બહાર આવી ન હતી. પરંતુ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન જ્યારે પીટી ઉષાએ પોતે આ ફિલ્મ વિશે માહિતી આપી ત્યારે લોકોને ફરી આશા જાગી. જૂનમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે જો સ્પર્ધાઓ શરૂ થશે તો તેની પાસે ઘણો ઓછો સમય હશે. જેથી જે-તે અભિનેત્રીને પોતાના કેરેક્ટર અંગેની યોગ્ય તાલીમ નહીં આપી શકે. આ બાયોપિકનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news