તમે જાણો છો શાહરૂખ ખાન કેટલા લાખનો ફોન વાપરે છે, આ રીતે થયો ખુલાસો
શાહરૂખ ખાન કયો સ્માર્ટફોન વાપરે છે? આ સવાલનો જવાબ મેળવવો આમ તો મુશ્કેલ છે. પરંતુ હાલ તેનો ખુલાસો તેમની જ એક પોસ્ટ દ્વારા થયો છે. જોકે, તેમણે બોલિવુડમાં 30 વર્ષ પુરા થતા એક સેલ્ફી શેર કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: બોલિવુડમાં SRK એટલે કે શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ માનવામાં આવે છે. શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે. આજે પણ અભિનય અને સ્ટાઈલના કારણે શાહરૂખ ખાનના વિદેશમાં પણ ઘણા ચાહકો છે. પરંતુ આજે અમે તમને એક એવી હકીકત જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ ખૂબ ઓછા લોકોને ખબર હશે. શું તમે જાણો છો કે બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન કયો સ્માર્ટફોન વાપરે છે?
શાહરૂખ ખાન કયો સ્માર્ટફોન વાપરે છે? આ સવાલનો જવાબ મેળવવો આમ તો મુશ્કેલ છે. પરંતુ હાલ તેનો ખુલાસો તેમની જ એક પોસ્ટ દ્વારા થયો છે. જોકે, તેમણે બોલિવુડમાં 30 વર્ષ પુરા થતા એક સેલ્ફી શેર કરી હતી. હવે શાહરૂખ સેલ્ફી પોસ્ટ કરે અને તેના ચાહકોનો પ્રેમ ના મળે તેવું કદી બને નહીં. આ સેલ્ફીને દુનિયામાં રહેલા લોકોને પસંદ પડી હતી. પરંતુ ફોટા મારફતે કિંગ ખાનનું એક મોટું સિક્રેટ ખૂલી ગયું. આ સેલ્ફી શાહરૂખ કયો સ્માર્ટફોન વાપરે છે અને તેની કિંમત કેટલી હોઈ શકે છે તેના વિશે લોકોને માહિતી મળી ગઈ હતી.
શાહરૂખ ખાન જે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તે એપ્રિલ મહીનામાં બેસ્ટ સેલિંગ ટોપ 5 સ્માર્ટફોનમાંથી એક છે. શાહરૂખ ખાન ગત વર્ષે લોન્ચ થયેલા Apple iPhone 13 Pro Maxનો ઉપયોગ કરે છે. આ ફોનને ભારતમાં 1,29,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
Thank u all for celebrating my 30 yrs with cakes & edits and all things nice. For me the best way to celebrate is to work round the clock today to create more entertainment. Love you all. pic.twitter.com/8MIHuJLj8A
— Shah Rukh Khan (@iamsrk) June 26, 2022
હાલ પણ એપલના આ સ્માર્ટફોનની કીંમત એટલી જ છે. તમને જણાવી દઈએ કે એપલના સ્માર્ટફોનને સૌથી વધુ સ્ટાર્સ અને સેલિબ્રિટી ઉપયોગ કરે છે કારણ કે આ સ્માર્ટફોનને પ્રાઈવેસીના મામલે સૌથી વધુ સિક્યોર માનવામાં આવે છે. તેના સિવાય આ સ્માર્ટફોનની બ્રાન્ડ વેલ્યૂ પણ ઘણી વધારે છે.
શાહરૂખની પોસ્ટમાં જોઈ શકાય છે કે તેના હાથમાં iPhone 13 Pro Maxનો Sierra Blue કલર ઓપ્શન છે. iPhone 13 Pro Max ના અન્ય સ્ટોરેજ વેરિઅન્ટ પણ ઉપલબ્ધ છે જેની કિંમત તેના કરતા પણ વધુ છે. આ ફોન પર તેમણે MagSafe સાથે Clear Case લગાવીને રાખ્યો છે. ભારતમાં તેની કિંમત 4900 રૂપિયા છે.
MagSafe દ્વારા આઇફોનને કોઈપણ વાયર વગર સુરક્ષિત રીતે અને ઝડપથી ચાર્જ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે કંપની iPhones ની નવી સીરીઝ iPhone 14 લોન્ચ કરવા જઈ રહી છે. જે બાદ જૂના iPhonesની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે