ARG vs KSA Fifa World Cup 2022: ફીફા વર્લ્ડકપનો પ્રથમ ઉલટફેર, સાઉદી અરબે આર્જેંટિનાને રગદોળ્યું, મેસી પણ કરી શક્યો નહી કમાલ

ARG vs KSA Fifa World Cup 2022:  ફીફા વર્લ્ડકપ 2022 નો પ્રથમ ઉલટફેર જોવા મળ્યો છે. મંગળવારે (22 નવેમ્બર) ના રોજ લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીના મુકાબલામાં સાઉદી અરબે આર્જેંટિનાને 2-1 થી હાર આપી છે. ફૂટબોલ જગતના ઇતિહાસમાં સાઉદી અરેબિયાની આર્જેંટિના પર પ્રથમ જીત છે. 

ARG vs KSA Fifa World Cup 2022: ફીફા વર્લ્ડકપનો પ્રથમ ઉલટફેર, સાઉદી અરબે આર્જેંટિનાને રગદોળ્યું, મેસી પણ કરી શક્યો નહી કમાલ

ફીફા વર્લ્ડકપ 2022 નો પ્રથમ ઉલટફેર જોવા મળ્યો છે. મંગળવારે (22 નવેમ્બર) ના રોજ લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીના મુકાબલામાં સાઉદી અરબે આર્જેંટિનાને 2-1 થી હાર આપી છે. ફૂટબોલ જગતના ઇતિહાસમાં સાઉદી અરેબિયાની આર્જેંટિના પર પ્રથમ જીત છે. આ પહેલાં બંને ટીમો વચ્ચે કુલ ચાર મુકાબલા યોજાયા હતા જેમાં આર્જેટિનાએ બે મેચ જીતી હતી, તો બીજી તરફ બે મુકાબલા ડ્રો થયા હતા. 

પ્રથમ હાફમાં આર્જેંટિનાએ કર્યો એક ગોલ
મુકાબલાનો પ્રથમ ગોલ દસમી મિનિટમાં જ થઇ ગયો. આ ગોલ કેપ્ટન લિયોનેલ મેસીએ પેનલ્ટી દ્વારા કર્યો. જોકે સાઉદી અરબના પ્લેયર અબ્દુલ્લાહમિદે આર્જેટિની પ્લેયરને રોકવાનો પ્રયત્ન કર્યો જેના લીધે તે સાઉદી અરબના બોક્સમાં પડ્યો. પછી રેફરીએ વીએઆર ચેક દ્વારા આર્જેટિનાને પેનલ્ટી આપી. મેસીએ પેનલ્ટીને કનવર્ટ કરવામાં કોઇ ભૂલ કરી નહી. 

આ ઉપરાંત પણ પહેલાં હાફમાં આર્જેટીનાએ કેટલાક ગોલ કર્યા, પરંતુ સત્તાવાર રૂપથી તે ગોલ થઇ શક્યો નહી. પછી લોટારો માર્ટિનેઝે પણ ક ગોલ કરી દીધો હતો, પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો કારણ કે વીએઆરએ તેને ઓફસાઇડ ગણાવ્યો હતો. આ ઉપરાંત પહેલાં જ હાફમાં મેસીનો ગોલ પણ ઓફસાઇડ થઇ ગયો હતો. 

બીજા હાફમાં સાઉદી અરબે કરી વાપસી
બીજા હાફમાં સાઉદી અરબે કમાલની વાપસી કરી છે. પરિણામે તેને મેચની 48મી મિનિટમાં મેચનો પ્રથમ ગોલ કિયાય સાઉદી અરબ માટે સાલેહ અલશેહરીએ ગોલ કર્યો. પછી 54મી મિનિટમાં સલેમ અલ-દાવસારીએ ગોલ તાકીને 2-1 થી આગળ કરી દીધો. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news