ટી-20 રેન્કિંગઃ 'હેટ્રિક મેન' લસિથ મલિંગાએ લગાવી 20 સ્થાનોની છલાંગ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક સહિત ચાર બોલ પર ચાર વિકેટ ઝડપનાર શ્રીલંકાનો અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ આઈસીસીના તાજા ટી-20 રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે.
 

ટી-20 રેન્કિંગઃ 'હેટ્રિક મેન' લસિથ મલિંગાએ લગાવી 20 સ્થાનોની છલાંગ

પલ્લીકલ (શ્રીલંકા): ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક સહિત ચાર બોલ પર ચાર વિકેટ ઝડપનાર શ્રીલંકાનો અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ આઈસીસીના તાજા ટી-20 રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. તે બોલરોની યાદીમાં 20 સ્થાનની છલાંગ લગાવીને 21મા સ્થાન પર પહોંચી ગયો છે. મલિંગા આ પહેલા વનડેમાં પણ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી ચુક્યો છે. 

હવે તે ટી20 અને વનડેમાં ચાર બોલ પર સતત ચાર વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. મલિંગાએ શુક્રવારે ન્યૂઝીલેન્ડની સાથે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ચાર ઓવરમાં એક મેડન સહિત છ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. 

તેના આ શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 37 રનથી પરાજય આપ્યો હતો. મલિંગા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. ટી20 રેન્કિંગમાં મલિંગા સિવાય અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટોપ પર યથાવત છે. 

ન્યૂઝીલેન્ડનો મિશેલ સેન્ટનર છ સ્થાન ઉપર આવીને પાંચમાં સ્થાન પર પહોંચી ગયો છે જ્યારે ભારતીય લેગ સ્પિનર કુલદીપ યાદવ આઠમાં સ્થાને યથાવત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news