IPL 2019: ઈજાગ્રસ્ત કેદાર જાધવ આઈપીએલમાંથી બહાર

ચેન્નઈ સુપર કિંગ્સનો બેટ્સમેન કેદાર જાધવ આઈપીએલ-12 માંથી બહાર થઈ ગયો છે. રવિવારે ફીલ્ડિંગ દરમિયાન તેને ખભામાં ઈજા થઈ હતી. 
 

IPL 2019: ઈજાગ્રસ્ત કેદાર જાધવ આઈપીએલમાંથી બહાર

નવી દિલ્હીઃ ઈજાનો સિલસિલો કેદાર જાધવનું પીછો છોડવાનું નામ લઈ રહ્યો નથી. ગત વર્ષે સ્નાયુ ખેંચાઈ જવાને કારણે આખી સિઝન બહાર રહેનાર આ બેટ્સમેનને હવે ખભાની ઈજા થઈ છે. જાધવની ઈજાને લઈને તે માટે પણ વધુ ચિંતા છે કારણ કે તે ભારતની વિશ્વ કપની ટીમનો મુખ્ય સભ્ય છે. જાધવ રવિવારે આઈપીએલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપર કિંગ્સ માટે રમતા કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રવિવારે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. 

જાધવ ઈજાને કારણે બહાર ચાલ્યો ગયો હતો પરંતુ આ મામલા સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તેની ઈજા વધુ ગંભીર નથી અને તે આગામી બે સપ્તાહની અંદગ ઠીક થઈ જશે. વિશ્વ કપની શરૂઆત 30 મેથી થઈ રહી છે, જ્યારે ભારતે પોતાની પ્રથમ મેચ 6 જૂનથી રમવાની છે, પરંતુ જાધવ માટે આઈપીએલની આગામી મેચ રમવાની શક્યા નથી. 

— Chennai Super Kings (@ChennaiIPL) May 6, 2019

તેણે કહ્યું, આ ઈજા હળવી છે તેવામાં સાવધાની રાખવી જરૂરી છે. ખભો ઉતરી જવાની અપેક્ષામાં આ ઈજા ગ્રેડ વનની ટ્રોમા ઈજા છે. પરંતુ તમે હળવી ઈજાને પણ નજરઅંદાજ ન કરી શકાય, પરંતુ તે બે સપ્તાહની અંદર ફિટ થઈ જશે. 

સૂત્રોએ જણાવ્યું, તે પ્લેઓફ રમશે નહીં કારણ કે જ્યારે ટીમ વિશ્વ કપ માટે જશે ત્યાં સુધી તેનું ફિટ થવું જરૂરી છે. રવિવારે મેચ બાદ ચેન્નઈના કોચ ફ્લેમિંગે કહ્યું હતું કેસ જાધવનું ધ્યાન હવે વિશ્વ કપ તરફ છે કારણ કે તે હવે આઈપીએલના બાકીના મેચોમાં રમશે નહીં. 

ફ્લેમિંગે કહ્યું, જાધવનો એક્સ-રે અને સ્કેન થયો છે. અમને તે જલ્દી સ્વસ્થ થાય તેવી આશા છે. મને નથી લાગતું કે, હવે તેને લીગની બાકીની મેચોમાં રમતો જોઈ શકીશ. તેથી હવે તેનું ધ્યાન વિશ્વ કપ તરફ છે. 

જાધવને ઈજા પંજાબની ઈનિંગની 14મી ઓવરમાં થઈ હતી જ્યારે જાધવે જાડેજાના ઓવર થ્રોને રોકવા માટે ડાઇવ મારી હતી. ત્યારબાદ જાધવે મેદાન છોડી દીધું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news