ધોની થયો બહાર, જાણો BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આખરે શું હોય છે

બીસીસીઆઈ 4 ગ્રેડમાં ખેલાડીઓનું વિભાજન કરે છે. તેમાં ગ્રેડ A+, ગ્રેડ A, ગ્રેડ B અને ગ્રેડ C હોય છે. જે પણ ક્રિકેટરને ગ્રેડ A+માં રાખવામાં આવે છે, તેને બોર્ડ તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. 

ધોની થયો બહાર, જાણો BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આખરે શું હોય છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ગુરૂવારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં સૌથી ચોંકાવનારૂ નામ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું છે જેને કોઈપણ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો નથી. આવો જાણીએ ક્રિકેટ બોર્ડ ક્યાં આધાર પર આ કોન્ટ્રાક્ટ લિસ્ટને તૈયાર કરે છે. 

બીસીસીઆઈ 4 ગ્રેડમાં ખેલાડીઓનું વિભાજન કરે છે. તેમાં ગ્રેડ A+, ગ્રેડ A, ગ્રેડ B અને ગ્રેડ C હોય છે. જે પણ ક્રિકેટરને ગ્રેડ A+માં રાખવામાં આવે છે, તેને બોર્ડ તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ રીતે એ ગ્રેડમાં 5 કરોડ વાર્ષિક, ગ્રેડ બીમાં 3 કરોડ વાર્ષિક અને ગ્રેડ સીમાં 1 કરોડ રૂપિયા વાર્ષિક ક્રિકેટરને આપવામાં આવે છે. 

યોજનાઓમાં સામેલ ક્રિકેટર જ ભાગ
બોર્ડ એક વર્ષ માટે કોઈ ક્રિકેટરની સાથે કોન્ટ્રાક્ટ કરે છે. જો પણ ખેલાડી કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ હોય છે, તેને બોર્ડની યોજનાઓમાં પણ રાખવામાં આવે છે, જેમ ટીમ પસંદગી અને કોઈ પ્રવાસ માટે ખેલાડીઓને પસંદ કરવા. બોર્ડ તે પણ જુએ છે કો કોઈ ખેલાડી ટીમમાં કેટલા સમય માટે રમી શકે છે. 

કોઈ એક ફોર્મેટમાં ખેલાડી તો પણ લિસ્ટમાં
જો કોઈ ખેલાડી કોઈપણ એક ફોર્મેટમાં રમે છે તો પણ તેને ગ્રેડમાં રાખવામાં આવે છે. જેમ ચેતેશ્વર પૂજારા અને આર. અશ્વિન ભારતની ટેસ્ટ ટીમના નિયમિત ખેલાડી બની ચુક્યા છે, આ બંન્નેને  A ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. ધોનીને કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર રાખવાના બે કારણ હોઈ શકે છે. પ્રથમ કારણ તે જુલાઈ બાદ કોઈ મેચ રમ્યો નથી અને બીજું તેની ભાવી યોજનાઓ વિશે હજુ કોઈ સ્પષ્ટ જાણકારી લાગી રહી નથી. 

3 ખેલાડી બહાર, 5 નવા સામેલ
ધોની સિવાય વધુ બે ખેલાડીઓને કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિક પણ આ લિસ્ટથી બહાર થયા છે. કોન્ટ્રાક્ટમાં 5 નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, નવદીપ સૈનીને ગ્રેડ સીમાં જ્યારે મયંક અગ્રવાલને ગ્રેડ બીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

વિરાટ, બુમરાહ અને રોહિતને 7 કરોડ રૂપિયા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, ઓપનર રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, કારણ કે તે ત્રણેય ફોર્મેટમાં રમે છે અને તેથી તેને ગ્રેડૃએમાં રાખવામાં આવ્યા છે. આ લિસ્ટ ભલે જાન્યુઆરી-2020માં જાહેર કરવામાં આવ્યું હોય પરંતુ તેને ઓક્ટોબર 2019થી માનવામાં આવશે અને આ સપ્ટેમ્બર 2020 સુધી માન્ય રહેશે. 

INDvsNZ T20: ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ બોલરની અઢી વર્ષ બાદ થઈ વાપસી 

કોણ ક્યાં ગ્રેડમાં સામેલ
ગ્રેડ A + (7 કરોડ)
વિરાટ કોહલી
રોહિત શર્મા
જસપ્રીત બુમરાહ

ગ્રેડ A (5 કરોડ)
આર. અશ્વિન
રવિન્દ્ર જાડેજા
ભુવનેશ્વર કુમાર
મોહમ્મદ શમી
ચેતેશ્વર પૂજારા
કેએલ રાહુલ
અંજ્કિય રહાણે
શિખર ધવન
ઇશાંત શર્મા
કુલદીપ યાદવ
રિષભ પંત

ગ્રેડ B (3 કરોડ)
રિદ્ધિમાન સાહા
ઉમેશ યાદવ
યુજવેન્દ્ર ચહલ
હાર્દિક પંડ્યા
મયંક અગ્રવાલ

ગ્રેડ C (1 કરોડ)
કેદાર જાધવ
નવદીપ સૈની
દીપક ચાહર
મનીષ પાંડે
હનુમા વિહારી
શાર્દુલ ઠાકુર
શ્રેયસ અય્યર
વોશિંગટન સુંદર

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news